By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આધ્યાત્મ એટલે શું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

આધ્યાત્મ એટલે શું?

agragujaratnews
Last updated: 2024/10/10 at 8:12 AM
1 year ago
Share
આધ્યાત્મ એટલે શું?
SHARE

રાગ આસક્તિ છે. આસક્તિ જ્યારે વધે છે ત્યારે તે મોહનું રૂપ ધારણ કરી લે છે. મોહ એ બંધન છે, તે આપણને વ્યક્તિ, સ્થાન વગેરેની સાથે બાંધી દે છે. તેનાથી અહિતની આશંકા જન્મ લે છે. જેનાથી આપણને મોહ નથી. આ અંગે કોઈ દુશ્ચિંતા આપણા મનમાં પેદા થતી નથી. જેના તરફ આપણને મોહ છે તેના અહિતની ચિંતા વારંવાર આપણા મનમાં જાગ્રત થતી રહે છે. આપણને પડોશીનો કોઈ મોહ નથી હોતો, પરંતુ પોતાના પુત્ર કે સ્વજનોનો મોહ જરૂર હોય છે. દુશ્ચિંતા થવા ન થવામાં કારણભૂત પુત્ર નથી કે પડોશી પણ નથી, તેનું એકમાત્ર કારણ છે આપણો મોહ.

મોહ અવિદ્યાથી પેદા થાય છે. અવિદ્યાની ત્રણ શક્તિઓ છે : મલ, વિક્ષેપ અને આવરણ. મલમાં મલિન સંસ્કારજન્ય દોષ આવે છે. વિક્ષેપ ચિત્તમાં ચંચળતાને જન્મ આપે છે, જ્યારે આવરણથી આત્મવિસ્મૃતિ પેદા થાય છે. અવિદ્યાની આ ત્રણેય શક્તિઓ મળીને વ્યક્તિને આત્માનું જ્ઞાન થવા દેતી નથી.

આત્મ-વિસ્મૃતિમાં ઉચિત કે અનુચિત, શુભ કે અશુભ, પાપ કે પુણ્ય વગેરેનો નિર્ણય કોણ કરશે? નિર્ણય કરનારો વિવેક તો વિસ્મૃતિથી આચ્છાદિત પડેલો છે. વિસ્મૃતિ હટે તો ખબર પડે કે હું કોણ છું. મારા માટે કઈ કરણીય છે અને કઈ અકરણીય છે આ જ આધ્યાત્મ છે. આધ્યાત્મવાદને રહસ્યવાદ એટલા માટે નથી કહેવાતો, કારણ કે તે સમજમાં આવતો નથી, પરંતુ એટલા માટે કહેવાય છે કે તે આ રહસ્ય પરથી પડદો હટાવે છે, જે અવિદ્યાના કારણે આપણને જોવા મળી રહ્યો નથી.

આપણે પ્રભુના અંશ છીએ તેનાથી આપણે વિસ્મૃત છીએ. વિસ્મૃતિ સમાપ્ત થઈ જાય તો તરત જ ખબર પડી જાય છે કે આપણે પ્રભુના અંશ છીએ. જો આપણે અંશ છીએ તો પૂર્ણ કોણ છે? ક્યાં છે? તેની સાથે જોડાવું ક્યાં સુધી શક્ય છે? આ તેનું નામ જ આત્મજ્ઞાન છે.

રહસ્યવાદ માટે અંગ્રેજીમાં `મિસ્ટસિઝમ’ શબ્દ છે. `મિસ્ટક’ની વ્યુત્પત્તિ યુનાની ભાષાના શબ્દ `મુસો’માંથી થઈ છે, જેનો અર્થ છે ઘાનાં બે પડોને જોડવું. જે રીતે ઘાના બંને પડોને જોડીને ટાંકા લેવાથી ઘા બરાબર ભરાઈ જાય છે તે જ રીતે પ્રભુના અંશ તથા પ્રભુના પડને જોડી દેવાથી પૂર્ણ પ્રભુથી અંશનો છૂટો પડેલો ઘા ભરાઈ જાય છે અને વિયોગની પીડાનો અંત આવી જાય છે. પીડા ઘામાં નથી, અનુભૂતિમાં હોય છે. ઘા લાગે ત્યારે લોહી વહી રહ્યું હોય છે, પરંતુ પીડાની અનુભૂતિ ન થઈ રહી હોય ત્યારે આપણને તે ઘાની પરવા હોતી નથી.

બીજી બાજુ આપણને સહેજમાત્ર ઘસરકો પડ્યો હોય, પરંતુ પીડાની અનુભૂતિ ખૂબ જ પ્રબળ હોય તો આપણે તરત જ તેના રૂઝવા માટેના પ્રયત્નો આરંભી દઈશું. એ જ રીતે આપણને જો આપણા આત્માના મૂળથી અલગતાની અનુભૂતિ ન હોય તો આપણને આત્માની પરવા હોતી નથી, પરંતુ જેમ કોઈને તેની પીડાનો અહેસાસ છે, તેની વેદનાની અનુભૂતિ થાય ત્યારે તે વેદનામાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન જરૂર કરશે.

આ પંચભૂતથી બનેલા શરીરનો સંબંધ બહારનાં પાંચે તત્ત્વોની સાથે સદા સર્વદા બની રહે છે, કેમ કે આ શરીર ગરમ-ઠંડીનો અનુભવ કરે છે. ઠંડીમાં થથરે છે, ગરમીમાં આકુળ-વ્યાકુળ હોય છે. આ શરીર ઋતુઓથી પ્રભાવિત થાય છે. બદલાતી ઋતુ કેવળ શરીરને જ નહીં, મનને પણ પ્રભાવિત કરે છે. અવસાન પછી શરીર પંચતત્ત્વોમાં ભળી જાય છે. આપણે જો કોઈ અંદરના તત્ત્વનો સંબંધ બહારના તત્ત્વ સાથે જોડી રાખીએ નહીં, તે છે બિચારો આત્મા. આત્માની આ દયનીય દશાની અનુભૂતિ `આધ્યાત્મ’ છે તથા આત્માની મુક્તિ માટેનો પ્રયાસ એ `સાધના’ છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
ગોંડલ

ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન

Editor By Editor 6 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?