પુતિન જે ખાસ વિમાનમાં ભારત આવ્યા છે તેના પર ઘાટા લાલ અક્ષરોમાં “Россия” લખેલું છે. જ્યારે તેઓ ટ્રમ્પને મળવા માટે અલાસ્કા ગયા હતા, ત્યારે તેમના વિમાનમાં પણ આ જ શબ્દો લખેલા હતા.
વિમાન પર લાલ અક્ષરોમાં “Россия”
જે દિગ્ગજ નેતાના આગમનની રાહ ઘણા સમયથી જોવાઈ રહી હતી આખરે એ નેતાનું ભારતમાં આગમન થઈ ચૂક્યું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં પહોંચ્યા છે. તેમના આગમનની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલી રહી હતી. પુતિનનું વિમાન દિલ્હીમાં ઉતર્યા પછી, તેમના વિમાન વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પુતિન તેમના જે ખાસ વિમાનમાં ભારત પ્રવાસે આવ્યા છે તેના પર લાલ અક્ષરોમાં “Россия” લખેલ શબ્દ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
અલાસ્કા પ્રવાસે પણ આજ વિમાન
આજથી થોડા સમય પહેલા વ્લાદિમીર પુતિન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રહ પર યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે વિચાર વિમર્શ કરવા માટે અલાસ્કા પ્રવાસે ગયા હતા ત્યારે પણ આજ ખાસ વિમાનમાં ગયા હતા. તે સમયે, ઉડ્ડયન ઉત્સાહીઓએ ડોનાલ્ડ ટ્રમ્પના વિમાન સાથે વ્લાદિમીર પુતિનના વિમાનની સરખામણીઓ પણ કરી હતી. આ વિમાન કોઈ સામાન્ય વિમાન નથી પણ વ્લાદિમીર પુતિન માટે બનાવેલ ખાસ IL-96 વિમાન છે જે રાષ્ટ્રપતિના કાફલાનું મુખ્ય વિમાન છે.
“Россия”નો અર્થ “રશિયા”
પુતિન જે ખાસ વિમાનમાં ભારત આવ્યા છે તેના પર ઘાટા લાલ અક્ષરોમાં લખેલ “Россия” શબ્દનો અર્થ “રશિયા” થાય છે. આ અક્ષરો સિરિલિક મૂળાક્ષરોમાંથી ઉતરી આવ્યા છે. જ્યારે તેમનું વિમાન ભારતમાં આવ્યું ત્યારે તે જ શબ્દો લાલ રંગમાં લખેલા જોવા મળ્યા. રશિયન રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હાલ પુતિન બે દિવસની મુલાકાતે ભારતમાં આવ્યા છે.


