- તો જો તમે ખરેખર સમજવા માંગતા હોવ કે જીવનનો હેતુ શું છે, તો ફિલોસોફી ન બનાવશો
જીવનનો હેતુ શું છે? આ પ્રશ્ન તમારા મનમાં કેમ આવે છે? ધારો કે, તમે એકદમ આનંદિત કે પરમાનંદમાં છો, તો શું તમે વિચારશો કે જીવનનો હેતુ શું છે? ના. ક્યાંક એ તમને પરેશાન કરે છે. હું શું કરી રહ્યો છું, કારણ કે ક્યાંક ને ક્યાંક એનો કોઈ જ મતલબ નથી. એટલે આ પ્રશ્ન ઊભો થયો છે કે, `જીવનનો હેતુ શું છે?’
ચાલો કહીએ કે તમે સ્વાદિષ્ટ કેરી ખાઈ રહ્યા છો અને તમે ખાલી છાલનો સ્વાદ લઈ રહ્યા છો. અડધી છાલ પત્યા સુધી, તમે પ્રશ્ન કરશો કે, `આ કેરી ખાવાનો હેતુ શું છે?’
જો તમે કેરીની મીઠાસ જાણી હશે, તો આવા પ્રશ્નો નહીં આવે. શું તમારાં બાળકો નથી પૂછી રહ્યાં કે `મારે દૂધ કેમ પીવું જોઈએ?’
કેમ કે તેમને એ પસંદ નથી. જો તમે એમને ચોકલેટ આપો, તો શું તેઓ પૂછશે કે `મારે ચોકલેટ કેમ ખાવી જોઈએ?’ તેનાથી ફર્ક નથી પડતો કે કેમ ખાવી, તેઓ બસ તેને ખાઈ લેશે.
આ પ્રશ્નો આવવાના જ છે જ્યારે તમે બસ ફળની છાલ ખાઈ રહ્યા હોવ, પણ જો એ છાલ એકદમ કડવી હોત, તો અત્યાર સુધી તમને બધાને આત્મજ્ઞાન થઈ ગયું હોત. છાલ સાથે સમસ્યા એ છે કે, કેમ કે તે ફળ સાથે જોડાયેલી છે, એટલે તેમાં મીઠાસવાળી અમુક જગ્યાઓ છે. મોટાભાગના લોકો એમ વિચારે છે કે ગમે તેમ કરીને તેમણે છાલમાંથી રસ જ કાઢવાનો છે. દુનિયાભરમાં આ એક ખૂબ જ મોટી મહેનત ચાલી રહી છે. કોઈક રીતે, તેઓ છાલમાંથી રસ કાઢવા માંગે છે.
ક્યાંક પ્રકૃતિએ તમારી બુદ્ધિમત્તા પર વિશ્વાસ કર્યો છે. જો તમે જમીન પર મધનું એક ટપકું મૂકો અને મધની બરણીને કબાટના સૌથી ઉપરના ભાગમાં મૂકો તો કીડીઓ જે અહીં આવીને આ મધને ચાખે છે, તેઓ સીધી બરણી તરફ જાય છે. પ્રકૃતિએ તમારી બુદ્ધિમત્તા પર વિશ્વાસ કર્યો છે.
તો જો તમે ખરેખર સમજવા માંગતા હોવ કે જીવનનો હેતુ શું છે, તો ફિલોસોફી ન બનાવશો – `જીવનનો હેતુ ભગવાન સુધી પહોંચવાનો છે, જીવનનો હેતુ સ્વર્ગમાં જવાનો છે, જીવનનો હેતુ આ કે તે કરવાનો છે.’
જીવન પોતાનામાં જ એક હેતુ છે. તમને એના માટે અલગ હેતુની જરૂર નથી. જ્યારે તમે જીવન શું છે તેની વિપુલતાનો અનુભવ ન કર્યો હોય, ત્યારે જ જીવનનો મતલબ અથવા હેતુ શોધવાનો પ્રશ્ન આવે છે. જો તમે પોતાની અંદરના ફળને ચાખો, તો તમે આ પ્રશ્નો નહીં પૂછો. આ જ કારણ છે કે છેલ્લાં 15 વર્ષથી લોકોને ઈશા યોગ શિખવાડવામાં આવી રહ્યો છે. લોકોને તેમની અંદરના ફળનો સ્વાદ ચાખવાની પદ્ધતિઓ આપવા માટે.