- ભારત સૈન્ય શક્તિમાં દુનિયામાં ચોથા નંબરે આવે છે
- ગ્લોબલ રેંકિંગમાં પાકિસ્તાન નવમા નંબર પર
- સૈન્ય રેંકિંગમાં અમેરિકા, ચીન, તુર્કિએનું સ્થાન ટોચમાં
ગ્લોબલ ફાયર પાવર રેંકિંગે પ્રસિદ્ધ કરેલા આ રેંકિંગમાં અમેરિકન સૈન્ય દુનિયાનું સૌથી શક્તિશાળી દેશ મનાય છે. જ્યારે રશિયા, ચીન બીજા અને ત્રીજા નંબર પર છે. ગ્લોબલ ફાયર પાવરની રેંકિંગ અનુસાર ભારતને 0.1023 સ્કોલ મળ્યો છે. જ્યારે અમેરિકાને 0.0699, રશિયાને 0.0702 અને ચીનને 0.0706 સ્કોર મળ્યો છે. આ યાદીમાં ભારત સૈન્ય શક્તિમાં દુનિયામાં ચોથા નંબરનો સૌથી શક્તિશાળી દેશ છે.
ગ્લોબલ ફાયર પાવરના વર્ષ-2024ની યાદીમાં કુલ 145 દેશોને તેની સૈન્ય શક્તિના આધારે સામેલ કરાયા છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને આ લિસ્ટમાં નવમા સ્થાન પર મુકવામાં આવ્યું છે. જ્યારે ઈટાલીને 10મું સ્થાન મળ્યું છે. દક્ષિણ કોરિયા, બ્રિટન, જાપાન અને તુર્કિએ પણ ટોચના 10 દેશમાં સામેલ છે. અનેક માપદંડોને ધ્યાનમાં લઈ ગ્લોબલ ફાયર પાવરે આ યાદી તૈયાર કરી છે. જેમાં સૈનિકોની સંખ્યા, સૈન્ય ઉપકરણ, નાણાં, સૈન્ય સંશાધન, પ્રાકૃતિક સંશાધન, ઉદ્યોગ અને ભૌગોલિક સ્થિતિનું પણ વિશેષ ઘ્યાન રખાયું છે.
ગ્લોબલ ફાયર પાવરે કરેલા દાવા પ્રમાણે અમારી ફોર્મ્યુલા નાની ટેક્નિક રીતે આધુનિક દેશોના મોટા અને ઓછા વિકસિત દેશોની સાથે હરિફાઈ કરવાની મંજૂરી આપે છે. આ બહુઆયામી દ્રષ્ટિકોણનો હેતુ મારક ક્ષમતાથી ઉપર સૈન્ય ક્ષમતાઓની સંપૂર્ણ ઈમેજ રજૂ કરે છે. આ ઈન્ડેક્સમાં ફ્રાંસને 11માં સ્થાને રખાયો છે. જ્યારે ફ્રાંસ પછી બ્રાઝિલ, ઈંડોનેશિયા, ઈરાન, ઈરાક, ઈઝરાયલ, યુક્રેન અને સ્પેનને ટોચના 20 શક્તિશાળી દેશોમાં સ્થાન અપાયું છે.


