By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કર્ણાટકમાં હિંદુ મંદિરો પર ટેક્સનો વિવાદ શો છે? કાયદામાં ફેરફાર શા માટે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કર્ણાટકમાં હિંદુ મંદિરો પર ટેક્સનો વિવાદ શો છે? કાયદામાં ફેરફાર શા માટે

agragujaratnews
Last updated: 2024/02/25 at 3:09 AM
2 years ago
Share
કર્ણાટકમાં હિંદુ મંદિરો પર ટેક્સનો વિવાદ શો છે? કાયદામાં ફેરફાર શા માટે
SHARE

  • ભાજપે નાના મંદિરોની મદદ માટે વધુ આવકવાળા મંદિરો પાસેથી નાણાં લેવાનો કાયદો ઘડયો હતો
  • પાંચ લાખથી 10 લાખ વચ્ચેની આવક ધરાવતાં મંદિરોએ ચોખ્ખી આવકના પાંચ ટકા આપવા પડશે
  • 10 લાખ અને તેનાથી ઓછી આવક ધરાવતાં મંદિરોને છૂટ આપવાનો પ્રસ્તાવ છે : કર્ણાટક સરકાર

કર્ણાટકનું મંદિરો સાથે સંકળાયેલું એક બિલ આજકાલ ચર્ચાની એરણે છે. હકીકતમાં, 23 ફેબ્રુઆરી, શુક્રવારે રાજ્ય સરકારે વિધાનસભામાં હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન (સંશોધન) બિલ રજૂ કર્યું છે. વિપક્ષી દળો ભાજપ અને જેડીએસના વિરોધના લીધે આ બિલ ગૃહમાં પાસ ન થઈ શક્યું. જોકે, બિલ રજૂ કરાયા પહેલાંથી જ વિપક્ષ આ બિલનો વિરોધ કરતો રહ્યો છે. ભાજપ અને જેડીએસનો આરોપ છે કે સરકાર મંદિરો પર ટેક્સ નાખીને પોતાના ખાલી ખજાનાને ભરવા માગે છે. બીજી તરફ, કોંગ્રેસ સરકારનો દાવો છે કે 2011માં ભાજપ સરકાર પણ આવું જ બિલ લઈને આવી હતી. બંને પક્ષોની દલીલો જોતાં હવે સવાલ એ ઊભો થાય છે કે આખરે, હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન (સંશોધન) બિલ શું છે? તેની જોગવાઈઓ શી છે? વિપક્ષ બિલનો વિરોધ કેમ કરે છે? અને, કોંગ્રેસ સરકારનું વલણ શું છે?

કર્ણાટક વિધાન પરિષદમાં શુક્રવારે કર્ણાટક હિંદુ સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન (સંશોધન) બિલ, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. વિધાન પરિષદમાં વિપક્ષ પાસે બહુમત છે. વિપક્ષના વિરોધના લીધે ગૃહમાં આ બિલ પાસ ન થઈ શક્યું. હકીકતમાં, કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન અધિનિયમ, 1997 છે, જેમાં સુધારણા (સંશોધન) માટે આ બિલ લવાયું છે. બિલ દ્વારા અધિનિયમની કલમ 17માં સુધારો કરવાનો છે. આ કાયદાની કલમ 17માં ફંડ માટે એક સામાન્ય પૂલ બનાવવાની જોગવાઈ છે. કર્ણાટક સરકાર અનુસાર, 2011માં તત્કાલીન ભાજપ સરકારે કાયદામાં સુધારો કર્યો હતો. આ ફેરફાર દ્વારા સામાન્ય પૂલ ફંડનો ઉપયોગ કરીને ઓછી આવક ધરાવતાં મંદિરોની મદદ કરવા માટે વધારે આવક ધરાવતાં મંદિરો પાસેથી ધન એકઠું કરવા માટે કાયદો સક્ષમ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓછી આવક ધરાવતાં મંદિરોને સી શ્રેણી, જ્યારે વધારે આવક ધરાવતાં મંદિરોને એ શ્રેણીમાં મૂકવામાં આવ્યાં છે. સરકાર અનુસાર, 2011ના સુધારા દ્વારા પાંચ લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા વચ્ચેની વાર્ષિક આવક ધરાવતાં મંદિરોએ પોતાની ચોખ્ખી આવકના પાંચ ટકા આપવાના થાય છે. જ્યારે એવાં મંદિરો, જેની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા કરતાં વધારે છે તો તેણે 10 ટકા આપવાના થાય છે.

નવા સુધારાથી શું બદલાશે?

કર્ણાટક સરકારનું કહેવું છે કે તેણે 10 લાખ રૂપિયા અને તેનાથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં મંદિરોને છૂટ આપવાનો પ્રસ્તાવ કર્યો છે. તેમણે સામાન્ય પૂલ ફંડમાં યોગદાન આપવાની જરૂર નહીં રહે. સુધારામાં પ્રસ્તાવ છે કે 10 લાખ કરતાં વધારે અને એક કરોડ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતાં મંદિરોએ પાંચ ટકા અને એક કરોડ રૂપિયા કરતાં વધારેની આવક ધરાવતાં મંદિરોએ પોતાની વાર્ષિક આવકના 10 ટકા આપવા પડશે. બિલમાં મંદિરોની કમાણીથી પ્રાપ્ત ફંડને એક કોમન પૂલ ફંડમાં રાખવાની જોગવાઈ છે, જેનું વ્યવસ્થાપન રાજ્ય ધાર્મિક પરિષદ કરશે. બિલમાં કહેવાયું છે કે આ ફંડનો રાજ્યનાં સી કેટેગરીનાં એવાં મંદિરોના પૂજારીઓના કલ્યાણ માટે ઉપયોગ કરાશે જેમની વાર્ષિક કમાણી પાંચ લાખ કરતાં ઓછી છે.

વિપક્ષ બિલનો વિરોધ કેમ કરે છે?

ભાજપ અને જેડીએસ શરૂઆતથી આ બિલનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર મંદિરો પર ટેક્સ લગાડીને પોતાની ખાલી તિજોરી ભરવા માગે છે. તેમના અનુસાર, સરકારે ઓછી આવક ધરાવતાં મંદિરોના પૂજારીઓના કલ્યાણ માટે બજેટમાં અલગથી ફંડની જોગવાઈ કરવી જોઈએ. કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ વ્યવસ્થાપન બિલની બાબતમાં ભાજપે કોંગ્રેસ સરકાર પર તીવ્ર હુમલો કર્યો છે. પાર્ટીએ કોંગ્રેસ સરકારને હિંદુ વિરોધી ગણાવી છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ આરોપ કર્યો કે, કોંગ્રેસ સરકાર રાજ્યમાં સતત હિંદુ વિરોધી નીતિઓ અપનાવી રહી છે અને હવે તેમની નજર હિંદુ મંદિરો પર છે. સરકારે આ બિલ માત્ર પોતાના ખાલી ખજાનાને ભરવા માટે પાસ કર્યું છે. તેમણે કહ્યું કે, આ સરકાર મંદિરોની એક કરોડ રૂપિયા કરતાં વધારેની કમાણી પર 10 ટકા ટેક્સ લગાડશે, આ બીજું કશું નહીં ગરીબી છે.

કોંગ્રેસ સરકારનું વલણ શું છે?

વિપક્ષના આરોપો બાબતે કોંગ્રેસ સરકારના મંત્રી રામાલિંગા રેડ્ડીએ જવાબ આપ્યો કે, ભાજપ ધર્મની બાબતમાં રાજકારણ કરે છે, જ્યારે કોંગ્રેસ ધર્મની સૌથી મોટી હિતકારી છે. કોંગ્રેસે કહ્યું કે તેમની સરકારે સતત હિંદુ મંદિરો અને હિંદુ હિતોને સુરક્ષિત કર્યાં છે. ફેરફાર બાબતે કર્ણાટક સરકારે કહ્યું કે હાલ કોમન પૂલ ફંડને વાર્ષિક માત્ર આઠ કરોડ રૂપિયા મળી રહ્યા છે. આ રકમ બિલકુલ પર્યાપ્ત નથી. જ્યારે સી સમૂહનાં મંદિરોના પૂજારીઓ અને કર્મચારીઓની માગોને પૂરી કરવાની સખત જરૂર છે. તે માટે સામાન્ય પૂલમાં ધનની ઉપલબ્ધતા વધારવાની આવશ્યકતા છે. આ જ કારણ છે કે સરકારે કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લેવો પડયો. મંત્રી રામાલિંગા રેડ્ડીએ એમ પણ કહ્યું કે બિલને સોમવારે ફરીથી વિધાનસભામાં રજી કરવામાં આવશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
જૂનાગઢ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

Editor By Editor 6 days ago
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?