- પરમાનંદ લીલારામ શીરવાણીની જમીનના વિવાદ મામલો
- ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ
- અલગ અલગ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્લોઝર રિપોર્ટ ભર્યો હતો
આજે ગુજરાત પોલીસના ટોચના અધિકારીઓ સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધવા અંગે સુપ્રિમ કોર્ટ તરફથી આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે સૌથી મહત્વનું છે કે, એવી તે શું ઘટના બની કે દેશની ટોચની અદાલતે તેમાં હસ્તક્ષેપ કરવો પડ્યો છે. એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટના આદેશ છતાં ઇલેક્ટ્રોથર્મના માલિક સામે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે જાણી કેવી રીતે સમગ્ર ઘટના સામે આવી છે.
કેવી રીતે કેસની શરૂઆત થઈ હતી
આ કેસની શરૂઆત 2011 માં થઈ હતી. આ કેસની વિગતો આવી છે કે, ફરિયાદી પરમાનંદ લીલારામ શીરવાણીની જમીનના વિવાદમાં સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. વર્ષ 2015માં ઇલેક્ટ્રોથર્મ કંપનીએ ફરિયાદી ખેડૂત પરમાનંદ લીલારામનું અપહરણ કરી મિલ્કત પચાવી પાડવામાં આવી હતી. જોકે, પોલીસ સંત્રની ભૂમિકાનો આ ફરિયાદમાં ઉલ્લેખ નથી. આ તમામ તત્કાલિન અધિકારીઓ છે.
જ્યારે ફરિયાદ પ્રમાણે પરમાનંદ શીરવાણી 2011માં ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં નોકરી લાગ્યા હતાં. ત્યારબાદ તેઓ નોકરી કરવા નહીં માંગતા હોવાથી તેમણે રાજીનામું લખી આપ્યું હતું. પરંતુ કંપનીએ તેમને નોકરીમાંથી મુક્ત કર્યા નહોતા. કંપનીના માલિકોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેના નામની પેઢી ખોલવાનું કહી તેમને અમદાવાદ આવવાનું કહ્યું હતું. આ દરમિયાન કંપનીના માણસોએ તેમનું પિસ્તોલ બતાવીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેમને કંપનીના બંગલા, ઓફિસ અને ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યા હતાં. તેમજ તેમને માર પણ મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદી અને એક મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર સહીઓ કરાવી અને મિલકત પણ લખાવી લીધી હતી. તે ઉપરાંત 20 લાખ રોકડા અને 10 લાખના સોનાના દાગીના ફરિયાદીની માતાના ઘરેથી બળજબરીથી પડાવી લીધા હતાં. માત્ર એટલું જ નહીં મારી નાંખવાની ધમકી આપીને રોકડા 10 લાખ પણ બળજબરીથી મેળવી લીધા હતાં.
એટલું જ નહીં 300 કરોડની લોન લઈ પૂરા પરિવારને મારવાની અને ફરિયાદીને ગોંધી રાખીને તેની પાસેથી ગાડીઓ, પૈસા, જમીન અને ડમ્પર સહિતની ચીજવસ્તુઓ લખાવી લેવાની ઘટના બની હતી. આ કેસમાં સૌથી મોટી બાબત એ છે કે એક પીએસઆઈ ફરિયાદીના પત્નીના લમણે બંદૂક મૂકીને ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કર્યો હતો. આ મામલે ભોગ બનેલા ખેડૂતે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ લીધી ન હતી. જેના સામે કચ્છ રેન્જના પોલીસ અધિકારીઓએ ઇલેક્ટ્રોથર્મ કંપનીને મદદ કરી હતી. જે પછી હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે.
ક્લોઝર રિપોર્ટ કેમ ભરી દેવાતો હતો?
આ લીગલ નોટિસ બાબતે અલગ અલગ ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી. આ કેસમાં ડીવાયએમસપી અંજાર વિભાગનાએ ડીએસ વાઘેલાએ પણ ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો હતો. આ સિવાય એસપી ભાવના પટેલ પૂર્વ કચ્છ ગાંધીધામે પણ ક્લોઝર રિપોર્ટ ભર્યો હતો. જેથી નારાજ થઈને મારી પત્નીએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જે કોર્ટના 2017ના રિપોર્ટમાં પણ પોલીસે કંઈ કર્યું ન હતું. ફોજદારી પરચૂરણ અરજી સામે પણ એન કે ચૌહાણે ક્લોઝર રિપોર્ટ આપતાં હું નામદાર હાઈકોર્ટમાં ગયો હતો. 2017માં પણ ગાંધીધામના ડીવાયએસપી વી. જે ગઢવીએ પણ ક્લોઝર રિપોર્ટ આપ્યો હતો. આ ક્લોઝર રિપોર્ટ સામે મેં 1500 પાનાના કાગળો જોડ્યા હતા. જેની અધિકારીને પણ જાણ કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં પહોંચી ફરિયાદ
આખરે સુપ્રીમે આદેશ કરતાં 3 ફેબ્રુઆરીના રોજ આ મામલે ફરિયાદ થઈ હતી. જ્યારે સમગ્ર મામલે 2015થી 2024 સુધી ન્યાય માટે લડતા એક વ્યક્તિને ગુજરાતના એક બિઝનેસ મેન અને પોલીસ કર્મીઓના ષડયંત્રમાં ન્યાય મળ્યો છે. આ કેસમાં સુપ્રીમ સુધી આ વ્યક્તિએ લડાઈ લડી હતી. સોનાના દાગીના 3 ડમ્પરો, 45 લાખ બેન્કમાંથી અને 10 લાખ રોકડા પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આદેશ છતાં યોગ્ય તપાસ ન કરી કાયદાની અવગણના કરી ગુનો કરવા બાબતે ફરિયાદ થઈ છે.
કોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી ?
- શૈલેશ ભંડારી – ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક
- અનુરાગ મુકેશ ભંડારી – ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક
- સંજય જોષી – એચઆર જનરલ મેનેજર
- બલદેવ રાવલ – સિક્યુરિટી ઈન્ચાર્જ અમદાવાદ
- અમિત પટવારિકા – અમદાવાદ
- હિતેશ સોની – અમદાવાદ
- શ્રીધર મુલચંદાણી – અમદાવાદ
- અનિલ દ્રિવેદી – વડોદરા
- બંક્ત સોમાણી – અમદાવાદ
- મહેન્દ્ર પતીરા – દક્ષિણ બોપલ
- પવનગૌર – દક્ષિણ બોપલ
- શિવમ પોદાર – ગાંધીધામ
પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ
- PSI એન કે ચૌહાણ આદીપુર
- DYSP વી. જે. ગઢવી ગાંધીધામ
- DYSP ડીએસ વાઘેલા અંજાર
- DYSP આરડી દેસાઈ ભચાઉ
- DSP જીવી બારોટ ગાંધીધામ
- DSP ભાવનાબેન પટેલ ગાંધીધામ


