92 વર્ષની વયે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમણે 2004 થી 2014 સુધી વડાપ્રધાન તરીકે દેશની સેવા કરી હતી. તેઓ ઘરે અચાનક બેહોશ થઈ ગયા હતા. જે બાદ તેમને ગુરુવારે રાત્રે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેડિકલ બુલેટિન અનુસાર તેમણે AIIMSમાં રાત્રે 9.51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ હવે નથી રહ્યા. તેમના નિધન પર વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત દેશ અને દુનિયાના તમામ મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. વિદેશી મીડિયાએ પણ મનમોહન સિંહના નિધનના સમાચારને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. વિદેશી મીડિયાએ પણ મનમોહન સિંહના નિધનના સમાચારને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. એક નજર વિદેશી અખબારો પર શું લખ્યું છે મનમોહન સિંઘ માટે ચાલો જોઈએ.
પાડોશી દેશ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અખબારોએ શું લખ્યું?
ઢાકા ટ્રિબ્યુન
બાંગ્લાદેશના અંગ્રેજી ભાષાના દૈનિક અખબાર ઢાકા ટ્રિબ્યુને ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધનનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે તેઓ 1990ના દાયકામાં ભારતના આર્થિક ઉદારીકરણના શિલ્પકાર હતા. તેમણે અમેરિકા સાથે ઐતિહાસિક પરમાણુ કરાર પણ કર્યા હતા.
DAWN
પાકિસ્તાની અંગ્રેજી અખબાર DAWN એ લખ્યું છે કે શાંત સ્વભાવના મનમોહન સિંહ નિઃશંકપણે ભારતના સૌથી સફળ નેતાઓમાંના એક હતા. ભારતને અભૂતપૂર્વ આર્થિક વિકાસ તરફ લઈ જવા અને લાખો લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢવાનો શ્રેય તેમને જાય છે.
કતાર – અલ જઝીરા
કતારના પ્રસારણકર્તા અલ જઝીરાએ પૂર્વ વડાપ્રધાનના નિધન પર લખ્યું છે કે તેઓ 90ના દાયકામાં ભારતના આર્થિક ઉદારીકરણના આર્કિટેક્ટ હતા. ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે નાણા પ્રધાન તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં ભારતના અર્થતંત્રને ઉદાર બનાવ્યું હતું. અલ જઝીરાએ લખ્યું છે કે, ‘સિંઘ, એક હળવા સ્વભાવના ટેક્નોક્રેટ, ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાનોમાંના એક હતા.
અમેરિકી મીડિયા
NPRA
અમેરિકન પબ્લિક બ્રોડકાસ્ટર એનપીઆરએ ડૉ. મનમોહન સિંહના નિધન પર લખ્યું, તે એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી હતા. જે ભારતમાં આર્થિક સુધારાના પિતા તરીકે ઓળખાતા હતા, પરંતુ ઘણા લોકોએ તેમને નબળા નેતા તરીકે જોયા હતા જેમાં તેમની પાર્ટી કોંગ્રેસના કેટલાક લોકો પણ હતા.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સ
અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સે પણ પૂર્વ વડાપ્રધાનના નિધનના સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. એનવાયટીએ લખ્યું છે કે, ‘દેશના પ્રથમ શીખ વડા પ્રધાન તરીકે, મનમોહન સિંહે મુક્ત બજાર સુધારણા લાગુ કરી, જેણે ભારતને આર્થિક મહાસત્તા બનાવ્યું, અને તેમણે પાકિસ્તાન સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. એનવાયટી ડૉ. સિંઘને મૃદુભાષી અને બૌદ્ધિક તરીકે વર્ણવે છે, જેમને અગ્રણી દૂરગામી ફેરફારોનો શ્રેય આપવામાં આવે છે જેણે દેશને ચીન સાથે સ્પર્ધા કરવા સક્ષમ આર્થિક મહાસત્તા તરીકે ઉભરી લાવવામાં સક્ષમ બનાવ્યું છે.
બ્રિટન મીડિયા
બીબીસી
બ્રિટિશ મીડિયા બીબીસીએ ડૉ. મનમોહન સિંહના નિધનની માહિતી આપતાં પોતાના અહેવાલમાં લખ્યું છે કે, ‘ભારતના પૂર્વ વડાપ્રધાન અને આર્થિક સુધારાના પ્રણેતા મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. સિંઘ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાનોમાંના એક હતા અને તેમને મોટા ઉદાર આર્થિક સુધારાના નિર્માતા ગણવામાં આવે છે.
ધ ગાર્ડિયન
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને ભારતના મુખ્ય આર્થિક સુધારાના પ્રણેતા ગણાવતા, બ્રિટિશ દૈનિક અખબાર ધ ગાર્ડિયનએ લખ્યું છે કે તેમણે દેશને વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરવામાં મદદ કરી. તેમની વિશિષ્ટ આકાશી વાદળી પાઘડી અને ઘરે વણાયેલા સફેદ કુર્તા-પાયજામા માટે જાણીતા, સિંહ દેશના પ્રથમ બિન-હિંદુ વડા પ્રધાન બન્યા. તેમણે ભારતના તોફાની રાજકારણમાં વડાપ્રધાન તરીકે બે ટર્મ સેવા આપી હતી. મનમોહન સિંહને ઝડપી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો શ્રેય આપવામાં આવે છે જેણે લાખો ભારતીયોને આર્થિક સમૃદ્ધિ આપી.
રોયટર્સ
ન્યૂઝ એજન્સી રોયટર્સે લખ્યું છે કે વડાપ્રધાન તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં તેમને ‘અનિચ્છાએ રાજા’ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. મૃદુભાષી મનમોહન સિંહ કે જેમનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું હતું, તેઓ ખરેખર ભારતના સૌથી સફળ નેતાઓમાંના એક હતા. તેઓ ભારતનું નેતૃત્વ કરનાર પ્રથમ શીખ વડાપ્રધાન હતા. તેમને ભારતને અભૂતપૂર્વ આર્થિક વિકાસ તરફ દોરી જવા અને લાખો લોકોને ભારે ગરીબીમાંથી બહાર કાઢવાનો શ્રેય આપવામાં આવે છે.