- ફ્લૂમાં પણ મોઢાનો સ્વાદ બદલાઈ જાય છે
- ડાયાબિટીસમાં પણ બદલાઈ જાય છે મોઢાનો સ્વાદ
- ડેન્ટલ સમસ્યાઓ અને કોરોના પણ હોઈ શકે છે
ભોજન વિના જિંદગી વધારે દિવસ ચાલી શકતી નથી પણ દરેક વ્યક્તિને જીવિત રહેવા માટે ખાવાનું ખાવું પણ જરૂરી છે. તેને ભોજનમાં ટેસ્ટ જોઈએ છે અને સાથે આપણી જવાબદારી છે કે તે ટેસ્ટ આપણા મોઢામાં રહે. અનેક વાર જીભમાં સ્વાદ આવતો ન હોય તેવું પણ બને છે. ક્યારેક ટેસ્ટ ફીક્કો લાગે છે. તો ક્યારે જીભના સ્વાદની સાથે સાથે રંગમાં પણ ફેરફાર આવે છે. તો જાણો કયા કારણોને લીધે આવું બને છે.
કયા કારણોથી બદલાય છે ટેસ્ટ
ફ્લૂ
જ્યારે કોઈને ફ્લૂની બીમારી થાય છે તો એવામાં જીભનો સ્વાદ બદલાઈ જાય છે. આ એક સામાન્ય શારીરિક સમસ્યા છે પણ કેટલાક કિસ્સામાં આ બીમારીના લક્ષણ પણ બની શકે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીસના રોગી ખાસ કરીને જીભના સ્વાદમાં પરિવર્તન આવવાની સમસ્યાનો સામનો કરે છે. આ તેમની બ્લડ શુગરની સ્થિતિનો ખ્યાલ આપે છે. આ સૌથી મહત્ત્વનો ચેન્જ છે.
ડેન્ટલ પ્રોબ્લેમ્સ
દાંતની સમસ્યાઓ પણ જીભના સ્વાદને પ્રભાવિત કરી શકે છે. ગિંગિવાઈટિસ, કેવિટી, મોઢું સાફ ન રાખવાના કારણે પણ મુશ્કેલીઓ આવે તે સામાન્ય છે.
ન્યૂરોલોજિકલ પ્રોબ્લેમ્સ
અનેક ન્યૂરોલોજિકલ બીમારીઓ જેવી કે પાર્કિંસન ડિસિઝ, અલ્ઝાઈમર્સ, મલ્ટી સ્ક્લેરોસિસ, જીભના સ્વાદમાં ફેરફારનું કારણ બની શકે છે.
ખાંસી અને શરદી
ખાંસી અને શરદીના સમયે જીભના સ્વાદમાં ફેરફાર આવી શકે છે. આવું ખાસ કરીને નાક બંધ થવાના કારણે થાય છે. નાક પણ આપણા ટેસ્ટને નક્કી કરવામાં મદદ કરે છે.
કોરોના
કોરાના વાયરસે તબાહી મચાવી હતી પણ સાથે અનેક લોકોને જીભના ટેસ્ટમાં ફરક અનુભવાયો હતો. આ કોરોનાના મુખ્ય લક્ષણોમાંનું એક છે. તો તમારે ટેસ્ટમાં ફેરફાર અનુભવાય તો તરત જ ટેસ્ટ કરાવી લેવો.