- દુબઇ ફરવા જવા માટે કરો છો પ્લાન ?
- દુબઇમાં ફરવા લાયક છે ઘણી જગ્યા
- પરિવાર, મિત્રો તથા બાળકોને લઇને જઇ શકો છો
સમગ્ર વિશ્વમાં ફરવા માટેનું લોકોનું મનપસંદ સ્થળ જો કોઇ હોય તો તે છે દુબઇ. ઉંચી ઈમારતો, શોપિંગ મોલ, સમુદ્ર, રણ, સાહસ, માનવ નિર્મિત ટાપુઓ, એવા ઘણા આકર્ષણો છે જેના માટે દુનિયાભરના પ્રવાસીઓ દુબઈને તેમની બકેટ લિસ્ટમાં સામેલ કરે છે. ભલે તમે એકલા હોવ કે તમારા જીવનસાથી સાથે હોવ. મિત્રો સાથે કે તમારા પરિવાર સાથે, અહીં દરેક માટે કંઈકને કંઇક તો છે જ. ત્યારે આવો જાણીએ કેવી રીતે જવુ દુબઇ અને દુબઇના ફરવા લાયક સ્થળો વિશે.
કેવી રીતે લેશો વિઝા
જો તમે સમયસર દુબઈની ફ્લાઈટ બુક કરો તો તમને બંને રીતે ₹12000 થી ₹14000નો ખર્ચ થઈ શકે છે. પરંતુ જો તમે સમયસર બુકિંગ ન કરો તો તે તમારા ખિસ્સા પર ચોક્કસપણે ભાર પડી શકે છે. લગભગ તમામ પ્રવાસીઓ હવાઈ માર્ગે દુબઈ આવે છે. દુબઈએ ભારતીય નાગરિકો માટે વિઝા-ઓન-અરાઈવલ શરૂ કરી દીધા છે. જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ અને યુકે અથવા યુએસ વિઝા છે, તો તમે દુબઈ પહોંચ્યા પછી તમારો વિઝા મેળવી શકો છો. જો કે, આ વિઝા માત્ર 2 અઠવાડિયાના સમયગાળા માટે જ માન્ય રહેશે. વિઝાની સરેરાશ કિંમત 120 દિરહામ (આશરે ₹2,100) છે
ભારતીયોને દુબઈ કેમ ગમે છે?
U.A.E સરકારે અમીરાત સાથે મળીને હવે એક સ્માર્ટફોન એપ લોન્ચ કરી છે જેના દ્વારા તમે તમારા વિઝા માટે અરજી કરી શકો છો. જો તમે અમીરાત પર ઉડાન ભરી રહ્યાં હોવ, તો તમે દુબઈ વિઝા પ્રોસેસિંગ સેન્ટર (DVPC) એપ દ્વારા ઈ-વિઝા માટે અરજી કરી શકો છો, જે Android અને iPhone બંને માટે મફત છે. અમીરાતની તેમની મુલાકાતના આધારે, એપ્લિકેશનનો ઉપયોગ સિંગલ-એન્ટ્રી વિઝા માટે 96 કલાક, 30 દિવસ અથવા 90 દિવસ માટે કરી શકાય છે. વિઝા જરૂરિયાતો સંબંધિત વધુ માહિતી માટે, તમે સત્તાવાર સાઇટની મુલાકાત લઈ શકો છો.
દુબઇમાં કયા કયા પ્લેસ છે ફરવા લાયક ?
- દુબઇ સંગ્રહાલય
- બુર્જ ખલીફા
- ધ દુબઇ મૉલ
- ધ દુબઇ ફાઉન્ટેન
- હોટ એર બલૂન સવારી
- દુબઇ ડેઝર્ટ સફારી
- ઇબ્રો બતૂતા મૉલ
- ધ પામ જુમેરાહ
- જુમેરાહ બીચ
- ધ ગ્લોબલ વિલેજ
- ધ મિરેકલ ગાર્ડન
દુબઇ ફરવા જાઓ તો આ વાતોનું રાખો ધ્યાન
- આ બાબતો ધ્યાનમાં રાખો
- જો તમે દુબઈ જઈ રહ્યા છો તો તમારી ફ્લાઈટ ટિકિટ સમયસર બુક કરો.
- દુબઈમાં બહાર દારૂ પીવો સખત પ્રતિબંધિત છે, તમે ફક્ત તમારા હોટલના રૂમમાં જ આલ્કોહોલનું સેવન કરી શકો છો.
- દુબઈમાં તમે પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત ન કરી શકો.
- જાહેરમાં બધાની સામે હાથ પકડીને ચાલવુ, ગળે લગાડવા જેવી લાગણીઓ પણ વ્યક્ત કરી શકતા નથી. નહી તો જેલ પણ જઈ શકો છે
- તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારો પાસપોર્ટ અને વિઝા તમારી સાથે રાખો જેથી તમને બિનજરૂરી મુશ્કેલીમાં ન પડે.
- દુબઈમાં જાહેર સ્થળોએ ચુંબન કરવા પર પ્રતિબંધ છે*
- જો કોઈ મુસ્લિમ વ્યક્તિ આને જુએ છે, તો તે તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે અને તેને સજા થઈ શકે છે.
- તમે દુબઈમાં લાયસન્સવાળી રેસ્ટોરાં અને હોટલમાં ગમે તેટલું દારૂ પી શકો છો,
- જો તમે જાહેર સ્થળોએ પર દારૂ પીતા જોવા મળ્યા તો તમારા માટે મુશ્કેલી ઊભી થઇ શકે


