- ”સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું
- ”સનાતનીઓ માટે આનંદ ઉત્સવના દિવસો છે
- ”જેમને જે સમજવું હોય એ સમજે, કોઈ ફેર પડતો નથી
હાલમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના માટે સૌ કોઈ તૈયારીમાં લાગી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી ન આપવાનો નિર્ણય કર્યો છે. જેના પર સૌ કોઈ વિરોધ કરી રહ્યું છે. આ વચ્ચે રાજકોટમાં ઈન્દ્રભારતી મહારાજે કોંગ્રેસની ઝાટકણી કરતાં કહ્યું કે, કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર પર નિવેદનો આપે છે?
રામ મંદિરના નિર્માણ અંગે વાત કરતાં ઇન્દ્રભારતી મહારાજે કહ્યું કે,કયા લખ્યું છે કે મંદિર પૂર્ણ બન્યા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય ? અગાઉ જ્યારે સોમનાથમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ વર્ષો બાદ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર પર પોતાના નિવેદનો આપી રહી છે.
તેમજ તેમણે કહ્યું કે, જે સનાતાનીઓએ એમ કહેતા હોય કે મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે, તેમને પૂછવા માંગુ છું સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા વખતે શા માટે નહોતા બોલ્યા?અત્યાર કોના કહેવાથી વિરોધ કરવા નીકળ્યા છો ?
સનાતની અંગે વાત કરતાં ઇન્દ્રભારતી મહારાજે કહ્યું કે, આ દરેક સનાતનીઓ માટે આનંદ ઉત્સવના દિવસો છે. જેમાં જેમને જે સમજવું હોય એ સમજે, કોઈ ફેર પડતો નથી. આ હિંદુઓ માટે ઉત્સવનો સમય છે. જેનાથી સૌ કોઈએ ખુશ થવાની જરૂર છે.


