By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    11 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતીય નેવીના માર્કોઝ મરીન કમાન્ડો કોણ અને કેટલા ખતરનાક છે?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભારતીય નેવીના માર્કોઝ મરીન કમાન્ડો કોણ અને કેટલા ખતરનાક છે?

agragujaratnews
Last updated: 2024/01/08 at 11:04 AM
2 years ago
Share
ભારતીય નેવીના માર્કોઝ મરીન કમાન્ડો કોણ અને કેટલા ખતરનાક છે?
SHARE

  • માર્કોઝ કમાન્ડોએ જહાજને કઈ રીતે ઘેર્યું
  • લૂંટારુંને ચેતવણી આપી
  • ચાંચિયાઓની સક્રિયતા વધી

અરબ સાગરમાં હાઇજેક થયેલા કાર્ગો શિપ એમવી લીલા નાર્ફોકને ભારતના એક વિશેષ અભિયાન હેઠળ 24 કલાકમાં જ છોડાવી લેવાયું. જહાજમાં સવાર 15 ભારતીયો સહિત બધા 21 ક્રૂ મેમ્બર્સ પણ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરવામાં આવી. આ જહાજમાં નૌસેનાની માર્કોઝ ટીમે સેનિટાઇઝેશન ઓપરેશન કર્યું હતું. જોકે, જહાજમાં સોમાલિયન આતંકવાદીઓ મળ્યા નહીં. એવું મનાય છે કે ભારતીય નૌસેના તરફથી ચેતવણી જાહેર થયા બાદ હાઇજેકર્સ જીવ બચાવીને ભાગી ગયા. આ પહેલાં, એવી માહિતી હતી કે જહાજ પર પાંચ-છ હાઇજેકર્સ છે. હાઇજેક થયેલા આ જહાજના બંધકોને છોડાવનાર માર્કોઝ કમાન્ડો કોણ છે, તે જાણવું જરૂરી છે. તેઓ સામાન્ય સૈનિકો કરતાં કઈ રીતે જુદા છે અને કયા પ્રકારનાં વિશેષ અભિયાનોમાં મોકલવામાં આવે છે તે જાણવું પણ મહત્ત્વનું છે.

અરબ સાગરમાં સોમાલિયા નજીક અપહૃત જહાજ છોડાવવા કઈ રીતે ઓપરેશન કર્યું અને કઈ રીતે ભારતીયોને બચાવ્યા?

માર્કોઝ કમાન્ડો ભરતીના પહેલા રાઉન્ડમાં 80 ટકા જેટલા અને બીજા રાઉન્ડમાં 20 ટકાથી વધારે લોકો બહાર નીકળી જાય છ

બીજા રાઉન્ડમાં કમાન્ડોને રાત્રે જાગવા, ખાધા-પીધા વગર ઘણા દિવસો સુધી અભિયાનમાં જોડાયેલા રહેવા લાયક બનવા પ્રશિક્ષિત કરાય છે

હાલો ટ્રેનિંગમાં જવાનોએ અંદાજે 11 કિલોમીટરની ઊંચાઈએથી, જ્યારે હાહો ટ્રેનિંગમાં આઠ કિમીની ઊંચાઈએથી કૂદવું પડે છે

મોટી સંખ્યામાં કમાન્ડોને જોયા તેથી અપહરણકારો ડરીને રાતના અંધારામાં જ જીવ બચાવવા ભાગી ગયા હતા

માર્કોઝ કમાન્ડોએ જહાજને કઈ રીતે ઘેર્યું

નૌસેનાના માર્કોઝ કમાન્ડોએ જણાવ્યું કે માહિતી એવી મળેલી કે જહાજ પર પાંચથી છ હથિયારબંધ ચાંચિયા છે, પણ તેમના વિશે વધારે માહિતી નથી. આ જહાજને શોધવા એક યુદ્ધજહાજ, સમુદ્રી પેટ્રોલિંગ વિમાન પી-8 આઈ અને લાંબા અંતરના પ્રીડેટર એમક્યૂલ્બી ડ્રોનને તહેનાત કરાયાં હતાં. આઇએનએસ ચેન્નઈએ શુક્રવારે બપોર પછી સોમાલિયાના તટ પાસે અપહૃત જહાજને ઘેરી લીધું હતું.

લૂંટારુંને ચેતવણી આપી

કમાન્ડોએ જણાવ્યું કે કમાન્ડોએ જહાજને ચારેબાજુથી ઘેરીને ચાંચિયાઓને જહાજ છોડી દેવાની ચેતવણી આપી હતી. ત્યાર બાદ માર્કોઝ કમાન્ડોએ જહાજની તલાસી લીધી હતી. પણ એક પણ લૂંટારું ત્યાં હતો નહીં. નૌસેનાની બહાદુરી માટે સૌ કોઈ વાતો કરી રહ્યા છે. જહાજના માલિક લીલા ગ્લોબલના સ્ટિવ કુંજરે નૌસેનાનો આભાર માન્યો હતો. તેની સાથે જ તેમણે કહ્યું કે જહાજ પર રહેલા ચાલકદળનાં વખાણ કરવા માગે છે કે તેમણે કઠિન પરિસ્થિતિમાં પણ ગભરાયા વગર પોતાની જવાબદારી સમજીને કામ કર્યું.

કમાન્ડોની પસંદગી પ્રક્રિયા ।

ભારતીય નૌસેનામાં 1987માં એલિટ કમાન્ડો ફોર્સ માર્કોઝની રચના થઈ હતી. આ એલિટ કમાન્ડોની પસંદગી આસાન નથી. એમાં ભારતીય નૌસેનામાંના એવા યુવાઓને લેવામાં આવે છે જેઓ અતિમુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાને સાબિત કરી શકે. કહેવાય છે કે, પસંદગી વખતે પહેલા રાઉન્ડમાં જવાનોની ઓળખ મેળવવા માટે જે ટેસ્ટ લેવાય છે તેમાં જ 80 ટકાથી વધારે બહાર નીકળી જાય છે. બીજા રાઉન્ડમાં 10 અઠવાડિયાની ટેસ્ટ હોય છે. જેમાં ટ્રેનીએ રાત્રે જાગવા, ખાધા-પીધા વગર ઘણા દિવસો સુધી અભિયાનમાં જોડાયેલા રહેવાલાયક તાકાત મેળવવા માટે પ્રશિક્ષિત કરાય છે. આમાં જવાનોએ ઘણા દિવસો સુધી માત્ર બેત્રણ કલાકની જ ઊંઘ લઈને સતત કામ કરવું પડે છે. પહેલા રાઉન્ડમાં પાસ થયેલાઓમાંથી 20 ટકાથી વધારે લોકો આ ટેસ્ટમાં થાકીને બહાર નીકળી જાય છે. જે બચે છે તેમની વધારે આકરી, વધારે ખતરનાક ટ્રેનિંગ થાય છે. ત્રીજો રાઉન્ડ ત્રણ વર્ષ ચાલે છે. જેમાં જવાનોને હથિયાર અને ખાણીપીણીના સામાનના વજન સાથે પહાડ ચડવાની તથા આકાશ, જમીન, અને પાણીમાં દુશ્મનોનો સફાયો કરવાની ટ્રેનિંગ અપાય છે. કાદવકીચડના કળણમાં ટ્રેનિંગ આપાય છે. ચોથા રાઉન્ડમાં જવાનોને અત્યાધુનિક હથિયારો ચલાવવાની ટ્રેનિંગ અપાય છે.

ચાંચિયાઓની સક્રિયતા વધી

ગુરુવારે રાતા સમુદ્રમાં હૂતી વિદ્રોહીઓના માલવાહક જહાજો પરના હુમલા બાબતે વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી હતી. સુમદ્રી લૂંટારુંઓ ફરીથી સક્રિય થવા તે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે, 2017માં આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં ઘણા દેશોની નૌસેનાના અભિયાને લૂંટારુંને લગભગ સાફ કરી નાખ્યા હતા.

ચાંચિયાઓની હવે ખેર નહીં

ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ આર હરિકુમારે અરબ સાગરમાં ભારતીય યુદ્ધજહાજોને સમુદ્રી લૂંટારુંઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ક્ષેત્રમાં વેપારી જહાજો પર થતા હુમલા રોકવા માટે અરબ સાગરમાં ભારતીય નૌસેનાનાં ચાર યુદ્ધ જહાજ તહેનાત કરવામાં આવ્યાં છે. ભારતીય નૌસેના સમુદ્રમાં પોતાનાં અભિયાનો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

હાલો અને હાહો ટ્રેનિંગ

માર્કોઝ કમાન્ડોને ચોથા રાઉન્ડમાં સૌથી કઠિન ટ્રેનિંગ અપાય છે, જેનું નામ હાલો અને હાહો ટ્રેનિંગ છે. હાલો ટ્રેનિંગમાં જવાનોએ અંદાજે 11 કિલોમીટરની ઊંચાઈએથી કૂદવાનું હોય છે, જ્યારે હાહોમાં આઠ કિમીની ઊંચાઈએથી કૂદે છે. કૂદ્યા બાદ માત્ર આઠ સેકન્ડ બાદ પેરાશૂટ ખોલવાનું હોય છે.

મિશનો કેવાં હોય છે?

નૌસેનાની આ સ્પેશિયલ ટુકડીનો હેતુ કાઉન્ટર ટેર્રિઝમ, કોઈ જગ્યાનું ખાસ નિરીક્ષણ, અનકન્વેશનલ વોરફોર જેવા કેમિકલ-બાયોલોજિકલ એટેક, બંધકોને છોડાવવા, જવાનોને બચાવવા અને એ પ્રકારનાં ખાસ ઓપરેશનો પૂરાં કરવાનો છે. આ એલિટ ફોર્સના નામે ઓપરેશન કેક્ટસ, લીચ, પવન, અને ચક્રવાત જેવાં જોખમોનો સામનો નોંધાયેલા છે.

કયાં ઓપરેશનો પાર પાડયા

આ ફોર્સના કમાન્ડોએ 26-11ના મુંબઈ હુમલામાં તાજ હોટેલમાંના આતંકવાદીઓનો સફાયો કરવા ઓપરેશન બ્લેક ટોરનેટો શરૂ કર્યું હતું. ઓપરેશન કેક્ટસ હેઠળ માર્કોઝે માલદીવમાં રાતોરાત તખ્તાપલટની કોશિશોને રોકી દીધી હતી. તે દરમિયાન બંધક બનાવાયેલા લોકોને છોડાવ્યા હતા.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
રાજકોટ

ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”

Editor By Editor 5 days ago
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?