અમેરિકન પોડકાસ્ટ લેક્સ ફ્રિડમેનએ પીએમ મોદી સાથે 3 કલાક લાંબી વાતચીત કરી છે. આવુ પહેલીવાર બન્યુ કે જ્યારે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટમાં હાજરી આપી હોય. ત્યારે અંગે અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેને આ ઇન્ટરવ્યુને લઇને એક પોસ્ટ શેર કરી હતી. જેને રિટ્વિટ પીએમ મોદીએ કરી છે. પીએમ મોદીએ રિટ્વીટ કરતા જણાવ્યુ કે આ પોડકાસ્ટમાં મારા
બાળપણ, હિમાલયમાં વિતાવેલા વર્ષો અને જાહેર જીવનની મારી સફર સહિત વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા છે. ત્યારે આવો જાણીએ પીએમ મોદી સાથે પહેલું આંતરરાષ્ટ્રીય પોડકાસ્ટ કરનાર લેક્સ ફ્રિડમેને કોણ છે.
અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન કોણ છે?
લેક્સ ફ્રિડમેન એક રશિયન મૂળના અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક અને પ્રખ્યાત AI સંશોધક છે. તેઓ કેમ્બ્રિજ સ્થિત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) સાથે સંકળાયેલા છે. અહીં તે ખાસ કરીને માનવ રોબોટ્સ સંબંધિત વિષયો પર સંશોધન કરે છે. ફ્રિડમેનનો જન્મ 15 ઓગસ્ટ 1983ના રોજ તાજિકિસ્તાનમાં થયો હતો. તે મોસ્કોમાં મોટો થયો અને પછી તેનો પરિવાર અમેરિકા સ્થાયી થયો.
ફ્રીડમેન ફિલાડેલ્ફિયાની ડ્રેક્સેલ યુનિવર્સિટીમાંથી બી.એસસી. કમ્પ્યુટર સાયન્સના સ્નાતક છે. આ સમય દરમિયાન તેમનો AI અને મશીન લર્નિંગમાં રસ વધ્યો. બાદમાં તેમણે તે જ સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર અને પીએચડી ડિગ્રી મેળવી. આ સમય દરમિયાન તેમણે માનવ-કેન્દ્રિત AI અને મશીન લર્નિંગ એપ્લિકેશનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પીએચડી કર્યા પછી, તેઓ એમઆઈટીમાં જોડાયા.
ફ્રીડમેન પોડકાસ્ટની દુનિયામાં ખૂબ ફેમસ
લેક્સ ફ્રિડમેન પોડકાસ્ટની દુનિયામાં ફેમસ છે. તેમની યુટ્યુબ ચેનલ પર 45 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ફ્રીડમેન 2018 થી પોડકાસ્ટિંગ કરી રહ્યા છે. તેમણે વિવિધ ક્ષેત્રો જેવા કે વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત અને રાજકારણના ઘણા પ્રખ્યાત હસ્તીઓ સાથે પોડકાસ્ટ કર્યા છે. તે એક અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિક પણ છે.
ફ્રીડમેને કોના કોના લીધા ઇન્ટરવ્યુ?
લેક્સ ફ્રિડમેને તેમના પોડકાસ્ટમાં જે પ્રખ્યાત હસ્તીઓનો ઇન્ટરવ્યુ લીધો છે તેમાં સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફેસબુકના સહ-સ્થાપક માર્ક ઝુકરબર્ગ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો સમાવેશ થાય છે અને હવે આ યાદીમાં પીએમ મોદીનું નામ પણ ઉમેરાયું છે.
ફ્રાઇડમેને જાન્યુઆરીમાં પોડકાસ્ટ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી
અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેને આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ મોદી સાથે પોડકાસ્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 19 જાન્યુઆરી, 2025 ના રોજ, તેમણે ટ્વીટ કર્યું કે તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે પોડકાસ્ટ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ પોડકાસ્ટના બહાને આ તેમની ભારતની પહેલી મુલાકાત હશે. અગાઉ વડાપ્રધાન મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે તેમનો પહેલો પોડકાસ્ટ કર્યો હતો. આ મુલાકાતમાં પણ પીએમ મોદીએ પોતાના અંગત જીવન, રાજકારણ અને ભારતના ભવિષ્ય વિશે ખુલીને વાત કરી. પીએમ મોદીએ તેમના બાળપણ, વિદ્યાર્થી જીવનથી લઈને રાજકારણ, આજના રાજકારણીઓ વગેરે જેવા અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાના વિચારો શેર કર્યા.


