- BSP સુપ્રિમોએ લીધો મોટો નિર્ણય
- ભત્રીજાને બનાવ્યો ઉત્તરાધિકારી
- આકાશ આનંદ છે તેમના નાના ભાઇનો પુત્ર
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને ઉત્તરાધિકારી બનાવ્યો છે. તેઓ માયાવતીના નાના ભાઈ આનંદ કુમારના પુત્ર છે. આકાશ આનંદ BSPની રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ છે અને હાલમાં તેઓ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકનું પદ સંભાળે છે. તેમને પહેલાથી જ માયાવતીના ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવી રહ્યા હતા. ત્યારે આકાશ આનંદ કોણ છે તે વિશે જાણીએ વિગતવાર
2019 માં નિયુક્ત કરાયા BSPના સંયોજક
આકાશ આનંદ પાર્ટીની સભાઓ, યાત્રાઓ અને રેલીઓમાં સક્રિય જોવા મળે છે. તેઓ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા આવ્યા છે તેમજ યુવાઓને મતદાન માટે એકજૂથ કરવાનું કામ કરે છે. બીએસપીમાં ઘણા વર્ષો સુધી તેમની હાજરી જોવા મળી. જ્યાં માયાવતી અને પાર્ટીના વરિષ્ઠ સભ્યો સાથે જોવા મળ્યા. આકાશને 2019માં બસપાના રાષ્ટ્રીય સંયોજક બનાવાયા હતા. જ્યારે માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તોડીને પાર્ટી સંગઠનમાં ફેરબદલ કર્યા હતા.
નાના ભાઈ આનંદ કુમારનો પુત્ર
27 વર્ષીય આકાશ માયાવતીના નાના ભાઈ આનંદ કુમારનો પુત્ર છે. જેને એક મોટા ફેરફારમાં સુપ્રીમો દ્વારા BSPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. આકાશ આનંદની રાજકીય શરૂઆત ત્યારે થઈ જ્યારે તે માયાવતી સાથે દલિત-ઠાકુર સંઘર્ષ પછી સહારનપુરની મુલાકાતે જોવા મળ્યો હતો. 2017 માં મેરઠમાં એક રેલી દરમિયાન માયાવતી દ્વારા આકાશ અને પિતા આનંદનો BSP કાર્યકરો સાથે પરિચય થયો હતો. આકાશને માયાવતીના ટ્વિટર લોન્ચ કરવાનો શ્રેય આપવામાં આવ્યો હતો અને તે BSP-SP પછી 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન જોવા મળ્યો હતો.
આકાશની સક્રિયતાને કારણે પાર્ટીની રણનીતિમાં બદલાવ
આકાશ આનંદની વધતી જતી પ્રોફાઇલ અને રાજકીય સક્રિયતાએ BSPની રણનીતિમાં ફેરફાર કર્યો છે. ઐતિહાસિક રીતે, માયાવતીના નેતૃત્વ હેઠળની બસપાએ વિરોધ પ્રદર્શનો ઉપરાંત સંગઠનાત્મક મામલામાં વધુ ધ્યાને કેન્દ્રિત કર્યુ છે. જાહેર કાર્યક્રમો અને રાજકીય પ્રચારમાં આકાશની સક્રિય ભાગીદારી પાર્ટીના વલણમાં ફેરફાર સૂચવે છે.
આકાશ આનંદે લંડનમાંથી MBA કર્યુ
આકાશ લંડનથી 2017માં પાછા ફર્યા બાદ જોવા મળ્યો હતો. તેણે MBAની ડિગ્રી મેળવી છે. તેઓ સૌપ્રથમ માયાવતીના જન્મદિવસ પર જોવા મળ્યા હતા, અને બાદમાં પક્ષના વડા માયાવતીએ તેમની BSP “આંદોલન” માં જોડાવાની જાહેરાત કરી હતી. MBA માટે લંડન જતા પહેલા આકાશે દિલ્હીમાં સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.. માયાવતીના નાના ભાઈના ત્રણ બાળકોમાં તેઓ સૌથી મોટા છે. સાથે જ તમને જણાવી દઈએ કે આકાશ આનંદના લગ્ન BSPના પૂર્વ સાંસદ ડૉ. અશોક સિદ્ધાર્થની પુત્રી ડૉ. પ્રજ્ઞા સિદ્ધાર્થ સાથે થયા છે.


