- મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનુ પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાલુ છે
- નીતા અંબાણીએ પુત્રના ફંક્શનમાં વેસ્ટર્ન લુક પહેર્યો હતો
- ભારતીય લુકની વાત કરીએ તો અંબાણી પરિવારની પહેલી પસંદ ડોલી જૈન છે
દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચથી શરૂ થઈ ગયું હતું. ગઈકાલે રાતના ઈવેન્ટના અંબાણી પરિવારના દેખાવે સોશિયલ મીડિયા પર આધિપત્ય જમાવ્યું હતું. નીતા અંબાણીએ પુત્રના ફંક્શનમાં વેસ્ટર્ન લુક પહેર્યો હતો. આજે બીજા દિવસના ફંક્શનમાં ડ્રેસ કોડ હોઈ શકે છે. ભારતીય લુકની વાત કરીએ તો અંબાણી પરિવારની પહેલી પસંદ ડોલી જૈન છે.
કોણ છે ડોલી જૈન?
એક અહેવાલ મુજબ ડોલી જૈન એક સેલિબ્રિટી ડ્રેસ આર્ટિસ્ટ છે, જેણે માત્ર અંબાણી પરિવારના જ નહીં પરંતુ ઘણા સેલેબ્સના લુક્સને પણ સ્ટાઈલ કર્યા છે. ડોલી લગભગ 325 સ્ટાઇલમાં દુપટ્ટા અને સાડી પહેરાવી આપે છે. તેમની આ કુશળતાના કારણે જ તેમનું નામ ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ’માં નોંધાયું હતું. તેણે નીતા અંબાણીને ઘણી વખત સાડી પહેરાવી છે. ડોલીએ નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરના લોન્ચિંગ વખતે નીતા અંબાણીને સાડી પહેરાવી હતી. આ સિવાય તેણે અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા અને ભાવિ વહુ રાધિકા મર્ચન્ટને પણ સાડી પહેરાવી ચુકી છે.
આ લિસ્ટમાં ઘણા સેલેબ્સ પણ શામેલ
તમને જણાવી દઈએ કે માત્ર અંબાણી પરિવાર જ નહીં ડોલી જૈને પણ ઘણા બોલિવૂડ સેલેબ્સ માટે ડ્રેસ ડિઝાઈન કર્યા છે. તેણે દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ સહિત ઘણા સ્ટાર્સની સાડી પહેરાવી છે. એવું માનવામાં આવે છે કે ડોલી જૈન પ્રી-વેડિંગ ફંક્શન માટે પણ ડ્રેપિંગ કરી શકે છે. દરમિયાન ડોલી આ વખતે કેટલી ફી લેશે તે જાણવા માટે લોકો પણ બેતાબ છે.
એક સેશન માટે ચાર્જ
ડોલી જૈન તેના દરેક સેશન માટે મોટી રકમ લે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ડોલી સાડી પહેરાવવાના દરેક સેશન માટે લગભગ રૂ. 35 હજારથી રૂ. 2 લાખ લે છે. તેણે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈના ફંક્શન દરમિયાન રાધિકાના લહેંગાની સ્ટાઇલ પણ કરી હતી.
વેસ્ટર્ન લુકમાં જોવા મળ્યા સેલેબ્સ
ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની ભવ્ય ઉજવણીના બીજા દિવસે દેશ અને દુનિયાની અનેક જાણીતી હસ્તીઓ જામનગર પહોંચી છે. અંબાણી પરિવારની સાથે સેલેબ્સનો લુક પણ ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યો છે. અંબાણી પરિવારની વાત કરીએ તો નીતા અંબાણીએ પહેલા દિવસે વેસ્ટર્ન લુક પહેર્યો હતો. કોકટેલ પાર્ટી દરમિયાન ઘણી તસવીરો સામે આવી હતી, જેમાં ઘણા સ્ટાર્સ પોપ સિંગર રિહાનાના ગીતો પર ડાન્સ મૂવ્સ બતાવતા જોવા મળ્યા હતા.


