- હૈદરાબાદમાં પીએમ મોદી સંબોધી રહ્યા હતા રેલી
- મદિગા સમુદાયના નેતા પીએમ મોદીની બાજુમાં બેઠા હતા
- તેઓ ભાવુક થઇ જતા પીએમ મોદીએ પાઠવી હતી સાંત્વના
પીએમ મોદીએ શનિવારે તેલંગાણાના હૈદરાબાદમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. પીએમ મોદીના સંબોધન પહેલા મંચ પર તેલંગાણા ભાજપના નેતાઓ રાજ્યમાં મદિગા સમુદાયની ઉપેક્ષા વિશે વાત કરી રહ્યા હતા ત્યારે પીએમ મોદીની બાજુમાં બેઠેલા સ્થાનિક નેતા મંદા કૃષ્ણા મદિગા ભાવુક થઈ ગયા હતા. મદિગાની ભાવુકતા જોઈને તેમની બાજુમાં બેઠેલા પીએમ મોદીએ તેમને ચૂપ કર્યા અને ગળે લગાવીને સાંત્વના આપી હતી. ત્યારે આવો જાણીએ કોણ છે કૃષ્ણા મદિગા..
કોણ છે કૃષ્ણ મદિગા?
મંદા ક્રિષ્ના મદિગા તેલંગાણાના દલિત નેતા છે. તેઓ મદિગા આરક્ષણ પોરાતા સમિતિ (MRPS)ના વડા પણ છે. તેલંગાણાની રચનાના ઘણા વર્ષો પહેલા પ્રકાશમ જિલ્લામાં આરક્ષણ પોરાટા સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યારે આ જિલ્લો આંધ્રપ્રદેશમાં આવતો હતો, પરંતુ હવે તે તેલંગાણાનો ભાગ છે. મદિગા સમુદાયને તેલંગાણામાં અનુસૂચિત જાતિનો સૌથી મોટો ઘટક માનવામાં આવે છે.
મદિગાની ગણતરી તેલંગાણાના મોટા દલિત નેતાઓમાં થાય
કૃષ્ણા મદિગાની ગણતરી રાજ્યના મોટા દલિત નેતાઓમાં પણ થાય છે. એજ કારણથી પીએમ મોદીની રેલીમાં તેમને સ્ટેજ પર જગ્યા આપવામાં આવી હતી. તેઓ વડાપ્રધાનની બરાબર બાજુમાં બેઠા હતા. તેલંગાણામાં મદિગા સમુદાયનો મુખ્ય વ્યવસાય ચામડાનું કામ છે. આ જ કારણ છે કે આ સમાજને વંચિત વર્ગ ગણવામાં આવે છે. મડીગા સમિતિ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એસસી કેટેગરીના આરક્ષણમાં તેના સમુદાય માટે અલગ અનામત ક્વોટા નક્કી કરવાની માંગ કરી રહી છે.