- વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્ને કોરોના કરતાં ખતરનાક મહામારી આવવાની ચેતવણી આપી
- એક બ્રિટિશ વૈજ્ઞાનિકના રિપોર્ટના આધારે WHO આશંકા વ્યક્ત કરી
- બીમારીનું સ્વરૂપ અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી
વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમગ્ર વિશ્વને એક મોટી મહામારી વેઠવા તૈયાર રહેવા જણાવ્યું છે. આ મહામારી કોવિડ-19 એટલે કે કોરોના કરતાં પણ મોટી હોઈ શકે છે. ટોપ બ્રિટિશ વૈજ્ઞાનિકોની ચેતવણી પછી વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યારથી આ બીમારીથી લડવાની તૈયારી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક પેટ્રિક વાલેંસે વિશ્વને કોવિડથી પણ ખતરનાક બીમારી આવવાની ચેતવણી આપતા સાવચેત રહેવા જણાવ્યું છે. વાલેંસે વિશ્વને ચેતવણી આપતા કહ્યું કે, જો આપણે અત્યારથી આ બીમારને લઈ સતર્ક થઈ જઈશું તો આ બીમારી આવતા કોવિડ જેવા પ્રતિબંધોનો સામનો કરવાથી બચી શકીશું.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેને ખૂબ જ ગંભીરતાથી લીધો છે અને વિશ્વના સભ્ય દેશોને હવેથી આ રોગચાળાનો સામનો કરવા માટે રણનીતિ બનાવવા કહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંકલન જરૂરી છે. તેથી તમામ દેશોએ હવેથી આગળ આવવું પડશે અને યોગ્ય પગલાં ભરવા પડશે. આપણે આ રોગચાળા આવવાની રાહ જોવી જોઈએ નહીં, પરંતુ હમણાં જ તેની સાથે વ્યવહાર કરવા માટેના રસ્તાઓ શોધવાનું શરૂ કરવું જોઈએ.
આવતા અઠવાડિયે રણનીતિ બનાવાશે
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર ટેડ્રોસ અધનોમે કહ્યું કે આગામી સપ્તાહમાં યોજાનારી બેઠકમાં તમામ દેશોએ આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે. જોકે, અગાઉની બેઠકોમાં બ્રિટિશ વૈજ્ઞાનિકની ચેતવણીને લઈને WHOના સભ્ય દેશોમાં કોઈ ખાસ સતર્કતા જોવા મળી ન હતી. આ હોવા છતાં, ટેડ્રોસે કહ્યું કે અગાઉની બેઠકોના પરિણામોથી નિરાશ થવાની જરૂર નથી. આપણે કોઈપણ ભોગે આ રોગને રોકવાનો છે અને આ માટે પગલાં લેવા પડશે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલી આગામી રોગચાળાને પહોંચી વળવા સૂચનો લઈને વ્યૂહરચના બનાવવાનું વિચારી રહી છે. આ પછી, WHO સમગ્ર વિશ્વ માટે એલર્ટ જારી કરી શકે છે. જો કે આ બીમારીનું સ્વરૂપ શું અને શું હશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.


