- પ્રખ્યાત કલાકારો અને સંગીતકારોનું પરફોર્મન્સ કરશે
- વિશ્વના જાણીતા ઉદ્યોગપતિઓ આવશે જામનગર
- સ્પોર્ટસ અને બોલિવુડની હસ્તીઓ હાજરી આપશે
હાલમાં સૌથી વધુ ચર્ચામાં દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવતા મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રિવેડિંગ ઈવેન્ટ અંગે ચાલી રહી છે. જે ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી ત્રીજી માર્ચ સુધી યોજાનારા છે. આ પ્રિ-વેડિંગ ઈવેન્ટની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દુનિયાભરની હસ્તીઓને આમંત્રણ અપાયું છે.
કયારે અને ક્યાં યોજાશે કાર્યક્રમ ?
આ પ્રિ-વેડિંગની ઉજવણી જામનગરમાં અનંત અને રાધિકા અંબાણીના ઘરે યોજાશે. જેમાં ભારતીય પરંપરા અનુસારના સંગીત અને ડાન્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે અનંત અને રાધિકાની હસ્તાક્ષર સેરેમની જામનગર ટાઉનશીપ મંદિર ખાતે રાખવામાં આવી છે.
પ્રખ્યાત કલાકારો અને સંગીતકારોનું પરફોર્મન્સ કરશે
ઇન્ટરનેશનલ સિંગર રિહાન્ના પરફોર્મ કરશે. પ્રખ્યાત ઇલ્યુઝનિસ્ટ ડેવિડ બ્લેન પોતાની કલાકારી દેખાડશે. ભારતીય કલાકારો અરિજીત સિંઘ, અજ્ય- અતુલ અને દિલજીત દોસાંઝ પરફોર્મ કરશે
હાજરી આપનાર વૈશ્વિક મહાનુભવોની યાદી
1. માર્ક ઝુકરબર્ગ, સીઈઓ, મેટા
2. સુંદર પિચાઈ, સીઈઓ, આલ્ફાબેટ
3.ભુતાનના રાજા અને રાણી
4. બિલ ગેટ્સ, કો-ચેર, બોર્ડ મેમ્બર, BMGF
5. ડૉ. સુલતાન અલ જાબેર, સીઈઓ-એમડી, ADNOC
6. યાસિર અલ રુમાયન, ચેરપર્સન, સાઉદી અરામ્કો
7. મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની, વડાપ્રધાન, કતાર
8. કાર્લ બિલ્ડ, સ્વિડનના પૂર્વ વડા પ્રધાન
9. જોન ચેમ્બર્સ, સીઈઓ, JC2 વેન્ચર્સ
10. બોબ ડુડલી, પૂર્વ સીઈઓ, બીપી
11. ક્રિસ્ટોફર એલિયાસ, પ્રેસિડેન્ટ, ગ્લોબલ ડેવલપમેન્ટ, BMGF
12. જોન એલ્કન, એક્ઝિક્યુટિવ ચેરમેન, એક્સોર
13. એરી ઈમેન્યુઅલ, સીઇઓ, એન્ડેવર
14. લેરી ફિંક, ચેરમેન-સીઈઓ, બ્લેક રોક
15. બ્રુસ ફ્લેટ, સીઈઓ, બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ
16. સ્ટિફન હાર્પર, પૂર્વ વડા પ્રધાન, કેનેડા
17. રિચર્ડ હિલ્ટન, ચેરમેન, હિલ્ટન એન્ડ હાઈલેન્ડ
18. અજિત જૈન, વાઇસ ચેરમેન, બર્કશાયર હેથવે
19. આર્ચી કેસવિક, બોર્ડ મેમ્બર, મેન્ડરિન ઓરિએન્ટલ
20. ડૉ રિચાર્ડ ક્લાઉસનર, વિજ્ઞાની
21. ઈવાન્કા ટ્રમ્પ, પૂર્વ અમેરિકન પ્રમુખના સલાહકાર
22. જોશુઆ કુશનર, ફાઉન્ડર, થ્રાઇવ કેપિટલ
23. બર્નાર્ડ લૂની, પૂર્વ સીઈઓ, બીપી
24. યુરી મિલનર, ઉદ્યોગસાહસિક અને વિજ્ઞાની
25. અજિત મોહન, પ્રેસિડેન્ટ, એશિયા પેસિફિક, સ્નેપ ઇન્ક
26. જેમ્સ મુર્ડોક, ફાઉન્ડર-સીઈઓ, લુપા સિસ્ટમ્સ
27. શાંતનુ નારાયણ, સીઈઓ, એડોબ
28. અમીન એચ. નાસેર, પ્રેસિડેન્ટ-સીઈઓ, અરામ્કો
29. વિવી નેવો, ફાઉન્ડર, એનવી ઈન્વેસ્ટમેન્ટ
30. નીતિન નોહરિયા, પૂર્વ ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ
31. જેવિયર ઓલિવાન, સીઓઓ, મેટા
32. પૂર્ણા સગુર્તિ, વાઇસ ચેરમેન, બેંક ઓફ અમેરિકા
33. જોર્જ કિરોગા, બોલિવિયાના પૂર્વ પ્રમુખ,
34. મિશેલ રિટર, ફાઉન્ડર-સીઈઓ, સ્ટિલ પરલોટ
35. કેવિન રુડ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડા પ્રધાન
36. એરિક શ્મિટ, ફાઉન્ડર, શ્મિટ ફ્યુચર્સ
37. ક્લાઉસ શ્વાબ, ચેરપર્સન, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
38. રામ શ્રીરામ, ફાઉન્ડિંગ એન્ડ મેનેજિંગ પાર્ટનર, શેરપાલો
39. જુર સોલા, સીઈઓ, સનમિના કોર્પ
40. માર્ક ટકર, ગ્રૂપ ચેરમેન, HSBC હોલ્ડિંગ્સ પીએલસી
41 .ફરીદ ઝકરિયા, પત્રકાર
42. ખાલદૂન અલ મુબારક, સીઈઓ-એમડી, મુબાદલા
43. લિન ફોરેસ્ટર ડી રોથચાઇલ્ડ, સીઇઓ, ઇ.એલ. રોથચાઈલ્ડ
44. માર્કસ વોલેનબર્ગ, પૂર્વ પ્રેસિડેન્ટ અને સીઈઓ, ઈન્વેસ્ટર-એબી
45. બોબ ઈગર, સીઈઓ, ધ વૉલ્ટ ડિઝની
46. ટેડ પિક, સીઈઓ, મોર્ગન સ્ટેનલી
47. બિલ ફોર્ડ, ચેરમેન-સીઇઓ, જનરલ એટલાન્ટિક
48. માર્ક કાર્ની, ચેરમેન, બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ
49. સ્ટિફન શ્વાર્ઝમેન, ફાઉન્ડર, બ્લેકસ્ટોન ગ્રૂપ
50. બ્રાયન થોમસ મોયનિહાન, ચેરમેન, બેંક ઓફ અમેરિકા
51. કાર્લોસ સ્લિમ, ઈન્વેસ્ટર
52. જય લી, એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ
53. રેમન્ડ દાલિયો, ફાઉન્ડર, બ્રિજવોટર એસોસિએટ્સ
ભારતીય ઉદ્યોગકારો હાજરી આપશે
1. એન. ચંદ્રા
2. કુમાર મંગલમ બિરલા તેમજ અનન્યા-આર્યમન સહિતનો પરિવાર
3. ગૌતમ અદાણી અને પરિવાર
4. ગોદરેજ પરિવાર
5. નંદન નિલેકણી
6. સંજીવ ગોએન્કા
7. રિશાદ પ્રેમજી
8. ઉદય કોટક
9. અદાર પૂનાવાલા
10. સુનિલ મિત્તલ
11. પવન મુંજાલ
12. રોશની નાદર
13. નિખિલ કામથ
14. રોની સ્ક્રૂવાલા
15. દિલીપ સંઘવી
સ્પોર્ટ્સના સ્ટાર ખેલાડીઓ હાજરી આપશે
1. સચિન તેંડુલકર અને પરિવાર
2. એમ.એસ. ધોની અને પરિવાર
3. રોહિત શર્મા
4. કે.એલ. રાહુલ
5. હાર્દિક અને કૃણાલ પંડ્યા
6. ઈશાન કિશન
ફિલ્મી સિતારાઓ શોભા વધારશે
1. અમિતાભ બચ્ચન અને પરિવાર
2. અભિષેક અને ઐશ્વર્યા
3. રજનીકાંત અને પરિવાર
4. શાહરૂખ ખાન અને પરિવાર
5. આમિર ખાન અને પરિવાર
6. સલમાન ખાન
7. અક્ષયકુમાર, ટ્વિન્કલ ખન્ના
8. અજય દેવગન અને કાજોલ
9. સૈફ અલી ખાન અને પરિવાર
10. ચંકી પાંડે અને પરિવાર
11. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ
12. રણબીર કપૂર, આલિયા ભટ્ટ
13. વિકી કૌશલ, કેટરિના કૈફ
14. માધુરી દીક્ષિત, ડૉ. શ્રીરામ નેને
15.આદિત્ય ચોપરા, રાની મુખરજી
16. કરણ જોહર
17. બોની કપૂર અને પરિવાર
18. અનિલ કપૂર અને પરિવાર
19. વરુણ ધવન
20. સિદ્ધાર્થ મલ્હોત્રા
21. શ્રદ્ધા કપૂર
22. કરિશ્મા કપૂર
આધ્યાત્મિક ગુરુ
1. સદગુરુજી
ખાસ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી
આ માટે ખાસ ફ્લાઈટ્સની પણ વ્યવસ્થા કરી છે, જે દિલ્હી અને મુંબઈથી જામનગર સુધી આવશે અને પાછી લઈ જશે. ફલાઈટ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે 1 માર્ચે ઊપડશે.
થીમ અને ડ્રેસ કોડ પણ અલગ
દરેક દિવસની થીમ અને ડ્રેસ કોડ પણ અલગ રખાયાં છે. મહેમાનો માટે હેર-સ્ટાઇલિસ્ટ, મેકઅપ- આર્ટિસ્ટ અને ડ્રેસ-ડિઝાઇનરની વ્યવસ્થા છે. આ સાથે-સાથે એ દિવસે જામનગરમાં કેટલું તાપમાન હશે એનો અંદાજ આપવામાં આવ્યો છે, જેથી તાપમાનને અનુરૂપ કોઈએ કપડાં પહેરીને આવવું હોય તો આવી શકે છે.
ત્રણ દિવસની થીમ અને ડ્રેસ કોડ રાખવામાં આવ્યા છે
1 માર્ચ, દિવસ પહેલો : થીમ : એન ઇવનિંગ ઇન એવરલેન્ડ. ડ્રેસ કોડ : એલિગન્ટ કોકટેઇલ. અંદાજિત તાપમાન : 22થી 25 ડિગ્રી.
2 માર્ચ, દિવસ બીજો : થીમ : અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ. ડ્રેસ કોડ : જંગલ ફીવર. અંદાજિત તાપમાન : 26થી 30 ડિગ્રી.
2 માર્ચ, દિવસ બીજો, કાર્યક્રમ બીજો : થીમ-મેલા રાઉજ. ડ્રેસ કોડ : ડેઝલિંગ દેશી રોમાન્સ. અંદાજિત તાપમાન : 22થી 25 ડિગ્રી
3 માર્ચ, દિવસ ત્રીજો : થીમ: હસ્તાક્ષર. ડ્રેસ કોડ : હેરિટેજ ઈન્ડિયન. અંદાજિત તાપમાન : 22થી 25 ડિગ્રી


