- સિલ્ક્યારા ટનલમાં રેસ્ક્યૂ વોલ બનાવવામાં આવી હતી: ગડકરી
- નવયુગ એન્જીનિયરિંગ કંપની લિમિટેડ કરે છે ટનલનું નિર્માણ
- ધારાસુ-યુમુનોત્રી હાઇવે (NH-134)પર નિર્માણાધીન સિલ્ક્યારા ટનલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાંથી 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ, હવે સવાલો ઉઠી રહ્યા છે કે ઈમરજન્સી માટે તેની અંદર અલગ રૂટ કેમ બનાવવામાં ન આવ્યો. દરમિયાન, સરકારે બુધવારે જણાવ્યું હતું કે ટનલમાં એક અલગ દિવાલ બનાવવામાં આવી હતી, જેમાં નિયમિત અંતરે પ્રવેશ ખોલવામાં આવતા હતા. તેનો ઉપયોગ ઇમરજન્સીની સ્થિતિમાં બચવાના માર્ગ તરીકે કરી શકાતો હતો.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ધારાસુ-યુમુનોત્રી હાઇવે (NH-134) પર સિલ્ક્યારા દ્વિ-દિશા ટનલ પર વાહનોના ક્રોસઓવર માટે 565 મીટર અને પદયાત્રી ક્રોસ પેસેજ માટે 300 મીટરના સરેરાશ અંતરાલે બહાર નીકળવાના રસ્તાની સાથે સાથે કેરેજવેના કેન્દ્રમાં અલગ દીવાલ મૂકવામાં આવી હતી.
ગડકરીને પૂછવામાં આવ્યું હતું કે શું સરકારે એ વાતની તપાસ કરાવી કે નવયુગ એન્જીનિયરિંગ કંપની લિમિટેડ (NECL) એ ટનલ બાંધકામના નિયમો મુજબ એસ્કેપ રૂટનું નિર્માણ કેમ ન કર્યું? NHIDCL હૈદરાબાદ સ્થિત નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ ટનલનું નિર્માણ કરી રહી છે. સિલક્યારા ટનલ સિંગલ-ટ્યુબ ટનલ છે અને દિવાલ દ્વારા બે ઇન્ટર-કનેક્ટર કોરિડોરમાં વહેંચાયેલી છે. આ બે કોરિડોર ઇમરજન્સીના કિસ્સામાં એકબીજા માટે બહાર નીકળવાના માર્ગ તરીકે સેવા આપી શકે છે.
2019 માં ટનલ તૂટી પડ્યા પછી સરકારે સલામતીના ધોરણોની સમીક્ષા કરી હતી કે કેમ તે અંગે પૂછવામાં આવતા, માર્ગ અને પરિવહન મંત્રી જણાવ્યું કે ધારાસુ-યુમુનોત્રી હાઇવે (NH-134) પર સિલ્ક્યારા ટનલ એન્જિનિયરિંગ, EPC (પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) મોડ હેઠળ બનાવવામાં આવી રહી છે. જેમાં ડિઝાઇનની જવાબદારી EPC કોન્ટ્રાક્ટરની છે.


