- IPL 2023માં નવીન અને કોહલી વચ્ચે થયો હતો ઝઘડો
- આ મેચ બાદ વિરાટ અને ગૌતમ ગંભીર વચ્ચે થઈ હતી બોલચાલી
- કોહલી અને નવીન ODI વર્લ્ડ કપ 2023માં મિત્ર બન્યા
IPL 2023માં વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની ઉગ્ર બોલચાલી થઈ હતી, જે નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચેના શબ્દોના યુદ્ધથી શરૂ થઈ હતી. પરંતુ મેચ બાદ લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલી એકબીજા સાથે અથડાયા હતા અને તેમની વચ્ચે થોડી દલીલ થઈ હતી. હવે ગંભીરે કહ્યું છે કે તે કોહલી અને નવીન વચ્ચેની લડાઈમાં કેમ કૂદી પડ્યો હતો.
ગૌતમ ગંભીરનો ખુલાસો
2023ની ટૂર્નામેન્ટમાં RCB અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં યજમાન લખનૌને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા મેચમાં લખનૌના ફાસ્ટ બોલર નવીન ઉલ હક અને વિરાટ કોહલી વચ્ચે મેદાન પર ઉગ્ર બોલચાલી થઈ હતી, પરંતુ મેચ બાદ આ દલીલ ગૌતમ ગંભીર તરફ ગઈ હતી, જેના સંદર્ભમાં ગંભીરે કહ્યું હતું કે એક મેન્ટર તરીકે મારી જવાબદારી છે કે કોઈ મારા ખેલાડીને મેદાન બહાર કઇ જ બોલી શકે નહીં.
માર ખેલાડીને બચાવવાના તમામ અધિકાર
એક ઇન્ટરવ્યૂમાં ગૌતમ ગંભીરે કહ્યું, “એક મેન્ટર તરીકે, મારો એક અલગ વિશ્વાસ છે, મારા ખેલાડીઓથી ઉપર કોઈ આવી શકે નહીં. જ્યારે મેચ ચાલુ હોય ત્યારે મને દખલ કરવાનો કોઈ અધિકાર નથી, પરંતુ એક વખત મેચ પુરી થઈ જાય અને કોઈ મારા ખેલાડી સાથે દલીલ કરે તો મારી પાસે તેને બચાવવાના તમામ અધિકારો છે.
વિરાટ-નવીનની લડાઈ સમાપ્ત, ગંભીર લખનૌ છોડી ગયો
IPL 2024 પહેલા કેટલાક ફેરફારો થયા છે, જેમાં નવીન અને કોહલી વચ્ચેની લડાઈ સમાપ્ત થઈ ગઈ છે અને ગૌતમ ગંભીરે લખનૌ સુપર જાયન્ટ્સ છોડી દીધી છે. કોહલી અને નવીન 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં મિત્ર બન્યા હતા. જ્યારે ગંભીર લખનૌ છોડીને તેની જૂની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયો હતો. ગંભીર 2024 IPLમાં KKRના મેન્ટર તરીકે જોવા મળશે.


