- ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ-બીનો છે ખજાનો
- શરીરને ડિટોક્સ કરવામાં લાભદાાયી છે જાંબલી ગાજર
- બ્રેસ્ટ, લીવર, સ્કિન, બ્લડ અને કોલોન કેન્સરમાં આપે છે લાભ
ગાજરને સૌથી વધારે પૌષ્ટિક શાક માનવામાં આવે છે. ઓરેન્જ, લાલ અને જાંબલી ગાજર એમ અનેક પ્રકાર હોય છે. જાંબલી ગાજરને ગાજરમાં સૌથી વધારે પૌષ્ટિક માનવામાં આવે છે. તેમાં વિટામિન વધારે હોય છે અને ખાસ કરીને આંખની તકલીફમાં તે લાભદાયી રહે છે. તેમાંના વિટામિન્સ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેમાં વધારે એન્ટીઓક્સીડન્ટ્સ હોય છે જે શરીરને ઈન્ફ્લામેશન અને દર્દને ઓછું કરવાનું કામ કરે છે. પર્પલ એટલે કે જાંબલી ગાજર લોહીને સાફ કરે છે અને સાથે તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી, મેગેંનીઝ, વિટામિન એ અને વિટામિન બી સિવાય અનેક તત્વો હોય છે.
આ રીતે લાભદાયી છે જાંબલી ગાજર
શરીરને ડિટોક્સ કરે
જાંબલી ગાજરમાં એન્થોસાયનિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે પોલિફીનોલ એન્ટીઑકિસડન્ટ છે. એન્થોસાયનિન બળતરા વિરોધી એજન્ટ તરીકે કામ કરે છે. તેમાં ઘણા પ્રકારના ઝેરી સંયોજનો હોય છે, જે પ્રો-ઈન્ફ્લેમેટરી સાયટોકાઈન્સ નામના સંયોજનોને દૂર કરે છે. જે શરીરમાંથી ઝેર દૂર કરવાનું કામ કરે છે.
હૃદય માટે ફાયદાકારક
બળતરાયુક્ત સંયોજનો ઘણા રોગો માટે જવાબદાર છે. તે સાંધાનો દુખાવો અને હૃદયની માંસપેશીઓનો સોજો ઘટાડે છે. પરંતુ જાંબલી ગાજરમાં એન્થોસાયનિન હોય છે, જે પ્રો-ઈન્ફ્લેમેટરી કમ્પાઉન્ડ સાયટોકાઈન્સને દૂર કરે છે. જાંબલી ગાજર હૃદય માટે ફાયદાકારક છે.
પેટના રોગમાં લાભદાયી
જે લોકો પેટના ઘણા રોગોથી પીડિત હોય છે, જેમ કે કોલાઈટિસ તેમણે જાંબલી ગાજર ખાવું જોઈએ. કોલાઇટિસના દર્દીઓ સોજાથી પીડાય છે. તેથી તેમણે જાંબલી ગાજર ખાવા જોઈએ. જાંબલી ગાજરમાં રહેલું સંયોજન રક્તના પ્રવાહને ઘટાડે છે, જે પ્રો-ઈન્ફ્લેમેટરી પ્રોટીનનો સપ્લાય કરે છે. જેમાં કોલાઈટીસ રોગમાં રાહત મળે છે.
કેન્સર વિરોધી ગુણધર્મો
જાંબલી રંગના ગાજરમાં કેન્સર વિરોધી ગુણ હોય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જાંબલી ગાજર બ્રેસ્ટ, લીવર, સ્કિન, બ્લડ અને કોલોન કેન્સરમાં ખૂબ જ ફાયદાકારક છે.