છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશમાં NEET પરીક્ષા ને લઈને ઘણા સવાલો સામે આવી રહ્યા છે પરંતુ સામેના પક્ષમાં જે વિદ્યાર્થીઓ એ દિવસ રાત જોયા વગર મહેનત કરી છે એનો અવાજ સાંભળવાની જરૂર છે. જેમણે ક્યાંય ગેરરીતિ નથી કરી તો એમને સજા કેમ ? શા માટે Re NEET તેમને આપવાની ? વાલીઓ અને વિદ્યાર્થીઓમા એક જ સવાલ કે અમને અન્યાય ન થવો જોઈએ સરકાર NTA અને ન્યાય પાલિકા ઉપર પુરો ભરોસો છે, કે તેઓ કોઈ પણ એવો નિર્ણય નહીં લે જેથી સિસ્ટમ ઉપરનો વાલીઓ અને નિર્દોષ વિદ્યાર્થીઓનો ભરોસો ઊઠી જાય તેવી માંગ ઉઠી રહી છે, કે દોષિતો ને સજા અને નિર્દોષ વિદ્યાર્થીઓને ન્યાય મળે, ક્યારેય એવું ના બનવું જોઈએ કે ગણ્યા ગાંઠિયા લોકો અપરાધ અને ગેરરીતી કરે અને તેની સજા નિર્દોષ ભોગવે, સમગ્ર દેશમાંથી એક જ સૂર ઊઠી રહ્યો છે. કે જે વિદ્યાર્થીઓ એ નિષ્ઠા પૂર્વક અને સંપૂર્ણ રીતે નીતિ નિયમ મુજબ પરીક્ષા આપી છે. તેને અન્યાય ના થવો જોઈએ અને જો કોઈ દોષિતો હોય તો તેમને સજા મળવી જોઈએ, તેવી માંગ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે.


