- ખોટી રીતે બેસવાથી પણ પીઠમાં મોટાભાગે દર્દ રહે છે
- માંસપેશીમાં ખેંચાણના કારણે દર્દમાં વધારો થઈ શકે છે
- એક્ટિવ રહેવાથી શરીરની સાથે સ્ટ્રેસ પણ કંટ્રોલમાં રહેશે
કમર દર્દ કોઈ પણ વ્યક્તિ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. જો પીઠમાં સતત દર્દ રહે છે તો તેને ઈગ્નોર કરવાને બદલે તેની સારવાર કરાવો તે જરૂરી છે. સતત એક જ સ્થિતિમાં બેસી રહેવાના કારણે પણ પીઠમાં દર્દ થઈ શકે છે. જો લાંબા સમય સુધી તમને આ મુશ્કેલી રહે છે તો તમારે સંભાળી લેવાની અને ચેતી જવાની જરૂર છે કેમકે આ ગંભીર બીમારીની શરૂઆત હોઈ શકે છે. તે તમારા હાડકા અને નસની સાથે જોડાયેલી તકલીફોને વધારી શકે છે.
આ કારણોને લીધે થાય છે પીઠ એટલે કે કમરનું દર્દ
કમર દર્દના અનેક કારણો હોઈ શકે છે. જેમકે ખોટી રીતે બેસવાથી પણ પીઠમાં મોટાભાગે દર્દ રહે છે. બેસવા અને ઉઠવાની ખોટી રીત પણ એક કારણ બને છે. માંસપેશીમાં ખેંચાણના કારણે દર્દમાં વધારો થઈ શકે છે અને તે ગંભીર રૂપ લઈ શકે છે.
હર્નિયેટેડ ડિસ્ક
તેમાં કમરના હાડકાની વચ્ચે ગેપ ઓછો થવા લાગે છે. અંદરનું લિક્વિડ નરમ બને છે તેના કારણે તે તૂટી શકે છે. એવામાં ઉપસેલી કે ફાટેલી ડિસ્ક પીઠ દર્દનું કારણ બની શકે છે.
લાઈલાજ બીમારી
નસો અને કમરની સાથે જોડાયેલી બીમારી આ દિવસોમાં વધી શકે છે. આ સાથે જ આર્થરાઈટિસ એટલે કે ગઠિયા, ઓસ્ટિયોપોરોસિસ અને સ્પોન્ડિલોઅર્થરાઈટિસના કારણે અનેક લોકોને પીઠમાં દર્દ રહે છે. જો તમે પણ આવો અનુભવ કરો છો તો તમારે ડોક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ.
પીઠ દર્દથી બચવા માટે કરો આ કામ
કમર દર્દથી બચવા માટે પોતાની લાઈફસ્ટાઈલ અને ખાનપાનમાં ખાસ સુધારો કરવાનો રહેશે. સૌથી પહેલા પોતાની લાઈફસ્ટાઈલ અને ખાનપાનને સુધારો. એક્ટિવ રહો. તમે જેટલા એક્ટિવ રહેશો તેટલું તમારું બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કામ કરશે. તમે એક્ટિવ રહેશો તો સ્ટ્રેસ પણ કંટ્રોલમાં રહેશે. ચાલતા – ફરતા રહો. જ્યારે બેસો તો યોગ્ય રીતે બેસો જેથી કમરના ટિશ્યૂ કે માંસપેશીમાં દર્દ ન થાય.