By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    20 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?

Last updated: 2025/06/19 at 5:31 AM
9 months ago
Share
આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?
SHARE

મનુષ્ય સંસારનાં દુ:ખોથી ત્રસ્ત થઈ જાય છે. હારી જાય છે. હતાશ થઈ જાય છે અને જ્યારે મુશ્કેલીમાંથી છૂટવાનો કોઈ માર્ગ મળતો નથી ત્યારે આખરે આપણે જગતના તારણહાર, અનાથોના નાથને શરણે જઈએ છીએ અને તેને જ તમામ પરિતાપની ફરિયાદ કરીએ છીએ.

ઘણીવાર લાખ પ્રયત્ન કરવા છતાં ભગવાન સુધી આપણો પોકાર પહોંચતો નથી. પ્રભુ સુધી આપણી અરજી પહોંચાડવાનો બહુ સરળ અને ચમત્કારી માર્ગ પ્રાર્થના છે. પ્રાર્થનાથી અનેક ચમત્કારી પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ભક્તિમાર્ગમાં પ્રાર્થનાનું માહાત્મ્ય અનેરું છે.

પ્રાર્થના હૃદયના જેટલા ઊંડાણમાંથી ઊઠે છે, એટલો જ એનો પ્રભાવ વ્યાપક અને વિસ્તૃત હોય છે. મગર દ્વારા પકડાઈ જવાથી ગજ(હાથી)ની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ દોડી આવ્યા અને મગરનો વિચ્છેદ કરીને પોતાના ભક્ત ગજનું રક્ષણ કર્યું. દ્રૌપદીના આર્ત પોકારથી ભગવાન કૃષ્ણ ક્યાં રોકાઈ શક્યા હતા! ભક્ત પ્રહ્લાદની પ્રાર્થના જ હતી કે તેને તેઓ તમામ કષ્ટ-કઠણાઈઓથી બચાવતા રહ્યા. અસુર પરિવારમાં અને વાતાવરણમાં જન્મેલા, ઉછરેલા વિભીષણનો હાથ ભગવાન રામે પકડ્યો અને એ વિભીષણનો આર્ત પોકાર જ હતો. મહાભારતની યુદ્ધભૂમિમાં પક્ષીનાં બે ઈંડાં પડી ગયાં હતાં. પક્ષીએ પ્રભુને એટલી કરુણાથી પોકાર્યા કે તેમણે તેમનું રક્ષણ પણ કર્યું અને જ્યારે ચારે બાજુ મૃત્યુની વિભીષકા પોતાના ચરમ સ્થાને હતી તો ત્યાં જ બે બચ્ચાંએ જન્મ લીધો.

પ્રાર્થનાની કોઈ ભાષા નથી હોતી. તે મૌન, નિ:શબ્દ હોવા છતાં પણ ભગવાનના સિંહાસનને ડોલાવી દે છે, પણ ફક્ત શરત એ છે કે તેમાં ખરા હૃદયનો આર્તનાદ હોવો જોઈએ. મનનો ભાવ સંવેદનાને આધારે જ તેનો પ્રભાવ પાડે છે. આપણી ભાવના જેટલી તીવ્ર હશે. આપણી અંદર જેટલી કસક અને પીડા હસે, એટલી જ પ્રાર્થના ફળીભૂત થાય છે. જ્યારે કોઈ દુ:ખી વ્યક્તિ પીડાથી છટપટતી રહે છે, તો તેના માટે ભાવથી કરવામાં આવેલી પ્રાર્થના ચોક્કસપણે તેની પીડાના નિવારણમાં સહાયક થાય છે. પ્રાર્થના કોઈના પણ માટે કરી શકાય છે અને ક્યાંય પણ કરી શકાય છે. તેના માટે અંતર બાધક નથી. હજારો માઈલ દૂર રહેતી કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરી શકાય છે. આ જ કારણસર મહાત્મા ગાંધી પ્રાર્થનાને પ્રાત:કાળની ચાવી અને સંધ્યાનું તાળું કહેતા હતા. ભગવાનની કૃપા વિના શાંતિ મળતી નથી અને પ્રાર્થના વગર ભગવાનની કૃપા ઊતરતી નથી.

પ્રાર્થનાથી ઉત્પન્ન કંપ અને ઊર્જા પોતાના પરિકર અને પરિસરને પવિત્ર તથા દિવ્ય બનાવે છે. પ્રાર્થના કરનારાઓનો સઘન ભાવ આ વાતાવરણના સંપર્કમાં આવતાં જ મન પુલકિત થઈ ઊઠે છે અને હૃદય શાંત થઈ જાય છે. પ્રાર્થનાથી આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. પ્રાર્થનાથી આત્મા અને પરમાત્માનો સંબંધ બંધાય છે. ચેતનાનો પરમાત્મા ચેતના સાથે યોગ, સંયોગ એક દિવ્ય ઘટના છે અને આ ઘટના પ્રાર્થનાથી જ શક્ય બને છે. પરમાત્માની ચેતના પ્રારબ્ધનાં દ્વાર ખોલી દે છે. નસીબ આડે આવતાં વાદળાં પ્રાર્થનાની ઊર્જાથી જ હટી જાય છે. આથી પ્રાર્થનાથી ચમત્કારો થાય છે.

પ્રાર્થનાથી માત્ર લૌકિક નહીં અનેક અલૌકિક કાર્ય પણ સંપન્ન થાય છે. પ્રાર્થનાથી સાધક આધ્યાત્મિક સિદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. પ્રાર્થનામાં તમામ સમસ્યાઓનું સમાધાન મળે છે. મનોકામનાઓ પૂર્ણ થાય છે, અંતર તૃપ્ત થાય છે. જોકે, પ્રાર્થનાને સફળ બનાવવાની શરત એટલી છે કે તે દિલના ઊંડાણમાંથી કરવામાં આવી હોય. આથી આપણે પણ આપણા જીવનમાં અલૌકિક પરિવર્તન ઈચ્છતા હોઈએ તો આપણે પવિત્ર ભાવથી પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનામાં જ મોટું બળ છે. પ્રાર્થના આપણા માટે કે જેના માટે કરવામાં આવે છે તેના જીવનમાં અભીષ્ટ પરિવર્તન લાવી શકે છે. આથી પરમ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ, રોજ પ્રાર્થના કરવી જોઈએ.

You Might Also Like

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 6 days ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?