- દિલ્હીમાં વધતાં પ્રદૂષણ માટે કેજરીવાલને ગણાવ્યા જવાબદાર
- કેજરીવાલે 9 વર્ષના શાસનમાં લોકોને મીઠી મોત આપી: તિવારી
- પ્રદૂષણનું કારણ સરકાર પોતે જ છે જેમણે પંજાબ પાસેથી પરાળી ખરીદી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. જેને લઈને ભાજપના નેતા અને સાંસદ મનોજ તિવારીએ નિવેદન આપ્યું છે. ભાજપના નેતા મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલની દિલ્હી સરકાર પર કોઈ કાર્યક્ષમ પગલાં લેવાની વાત કરી છે. જે કારણે દિલ્હીના લોકો તકલીફમાં છે તેનો દિલ્હી સરકાર કોઈ નક્કર ઉકેલ લાવે તે માટે અપીલ પણ કરી છે.
ભાજપના નેતા મનોજ તિવારીએ નિવેદન આપતા જણાવ્યું છે કે દિલ્હીની જનતા ખૂબ જ તકલીફમાં છે. એમ કહો કે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પોતાના 9 વર્ષના શાસનમાં દિલ્હીના લોકોને એક મીઠી મોત પરોસી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે દિલ્હીના લોકોની સરેરાશ ઉંમર 12 વર્ષ ઘટી ગઈ છે. તેમજ અબાલ-વૃદ્ધ સૌના શ્વાસ અત્યંત સંકટમાં છે.
તેમણે પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે રાજસ્થાન જવા માટે બે દિવસ પહેલા હું જ્યારે દિલ્હીથી નીકળ્યો તો હું પ્રદૂષણને કારણે બીમાર થઈ ગયો હતો. અને ત્યાંથી નીકળી ગયો તો 5-6 કલાકમાં સારું પણ થઈ ગયું. હવે અમારી જેમ દરેક વ્યક્તિ તો જ્યારે ઈચ્છા થાય દિલ્હી ન છોડી શકે ને… અરવિંદ કેજરીવાલને તેમના કર્મોની સજા મળશે. જેમણે દિલ્હીને ગેસ ચેમ્બર બનાવ્યું છે અને એવો કોઈ જ પ્રયાસ નથી કર્યો જેથી પ્રદૂષણ ઓછું થાય. આજે દિલ્હીના પ્રદૂષણનું જે કારણ છે તે પણ અરવિંદ કેજરીવાલ પાસે છે. તેમણે જ જાહેરાતો કરીને પંજાબના ખેડૂતોની પરાળી ખરીદી હતી.