- લીવર બનશે મજબૂત અને સ્વાસ્થ્ય રહેશે સારું
- દાંત દર્દમાં લવિંગનું સેવન રહેશે લાભદાયી
- માઉથ ફ્રેશનરનું કામ કરશે લવિંગનો ઉપયોગ
રસોડામાં રહેલું લવિંગ એક નાનો પણ સ્વાદિષ્ટ ગરમ મસાલો છે. તે ભોજનનો સ્વાદ તો વધારે છે પણ સાથે જ આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. તેમાં અનેક પોષક તત્વો રહેલા છે. લવિંગનું સેવન કરવાથી તમારા શરીરને વિટામીન, ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં મળશે. જો તમે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે લવિંગ ચાવશો તો તમારા સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા થશે. તો જાણો આ લવિંગ તમારા માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ખાલી પેટે લવિંગ ચાવવાના ફાયદા જાણીને રહી જશો હેરાન
1. રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
કોરોના વાયરસ રોગચાળાના આગમન બાદથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારના ચેપથી બચી શકાય. બદલાતા હવામાન, વરસાદ અને શિયાળાની ઋતુમાં શરદી, ઉધરસ અને ફ્લૂનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો તમે દરરોજ સવારે ઉઠતાની સાથે જ લવિંગ ચાવવાની આદત પાડશો તો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધશે.
2. લીવરનું રક્ષણ
લીવર આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે તે ઘણા કાર્યો કરે છે, તેથી તમારે આ અંગના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. લવિંગ ખાવાથી લીવરનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે.
3. શ્વાસની દુર્ગંધ દૂર થશે
લવિંગનો ઉપયોગ કુદરતી માઉથ ફ્રેશનર તરીકે કરી શકાય છે, કેટલીકવાર મોં સાફ ન કરવાને કારણે શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે, આ સમયે આસપાસના લોકોને તકલીફ થાય છે. લવિંગમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જો તમે તેને રોજ સવારે ચાવશો તો મોંમાં રહેલા કીટાણુઓ મરી જશે અને શ્વાસને તાજગી મળશે.
4. દાંતનો દુખાવો
જો તમને અચાનક દાંતમાં દુખાવો થાય છે, અને તમે પેઇનકિલર દવાઓ લેવા માંગતા નથી, તો તરત જ દાંતની નજીક લવિંગનો ટુકડો દબાવો. જે ભાગમાં દુઃખાવો છે ત્યાં તેમાં આરામ મળશે. લવિંગ બેક્ટેરિયા પર હુમલો કરે છે, ત્યાંથી દાંતના દુઃખાવાને મટાડે છે.