- આજે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે મેચ
- વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં ભારતનું સ્થાન પ્રથમ
- સેમિફાઈનલમાં ભારત સામે કઈ ટીમનો થશે સામનો
હાલ વર્લ્ડ કપ રોમાંચક બન્યો છે. આ વર્ષે વર્લ્ડ કપની દરેક મેચમાં મોટા અપસેટ જોવા મળ્યા છે. તેમાં ખાસ કરીનો જો ભારતની વાત કરીએ તો સતત આઠ મેચ જીતીને ભારતીય ટીમે ODI વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં નંબર-1નું સ્થાન સુનિશ્ચિત કર્યું છે. હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો કઈ ટીમ સાથે થશે. તો નંબર-1 ટીમ સેમિફાઇનલમાં નંબર-4નો સામનો કરશે.
હાલમાં પોઈન્ટ ટેબલમા આંકડાઓ જોતા ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમ નંબર-4 પર આવવાની દાવેદાર કરી રહી છે. તેમજ અફઘાનિસ્તાનની ટીમ પણ આ સ્થાન પર આવી શકે છે.
આપણે આ ત્રણ ટીમોની શક્યતાઓ વિશે વિગતવાર જોઈએ તો કઈ ટીમ તેમની છેલ્લી મેચ કોની સામે રમશે છે. ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની છેલ્લી મેચમાં કોની વધુ સારી તકો છે અને નેટ રન રેટના સંદર્ભમાં કોણ સારી સ્થિતિમાં છે.
પોઈન્ટ ટેબલ દ્વારા ટીમોની સ્થિતિ સમજો
ભારત દરેક બાબતમાં નંબર-1 પર છે. સેમિફાઇનલમાં તેનો સામનો નંબર 4 ટીમ સાથે થશે. તો ચોથા નંબરે કોણ આવશે?
નંબર ચાર માટે 3 દાવેદારો છે-
1. ન્યુઝીલેન્ડ
2. પાકિસ્તાન
3. અફઘાનિસ્તાન
હાલ પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ ચોથા, પાકિસ્તાન પાંચમા અને અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને છે. આમાંથી કોઈપણ ટીમ ચોથા સ્થાને રહી શકે છે. નેટ રન રેટના મામલે ન્યૂઝીલેન્ડની સ્થિતિ સૌથી સારી છે. ત્યારબાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવે છે.
ઓસ્ટ્રેલિયાને હરાવીને અફઘાનિસ્તાન મંગળવારે મેક્સવેલ સામે હારી ગયું હતું. જો તે જીત્યા હોત, તો તે પોઈન્ટ ટેબલમાં ઉપર આવ્યા હોત. નંબર-4 ટીમને મળેલા કુલ પોઈન્ટ અને રન રેટના આધારે નક્કી કરવામાં આવશે. પહેલા પોઈન્ટ ટેબલ જુઓ…
હવે ચાલો ત્રણ ટીમોની અલગ-અલગ ગણતરી કરીએ:
1. ન્યુઝીલેન્ડ: 9 નવેમ્બરે શ્રીલંકા સામે છેલ્લી મેચ
સૌથી મોટી રાહત કિવી ટીમનો રન રેટઃ ન્યુઝીલેન્ડનો રન રેટ +0.398 છે. આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં વધુ છે. જો ત્રણેય ટીમો તેમની છેલ્લી લીગ મેચ જીતી જાય છે, તો તે રન રેટના આધારે નક્કી કરવામાં આવશે કે આમાંથી કઈ ટીમ આગળ રહેશે.
2. પાકિસ્તાનઃ 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે છેલ્લી મેચ
પાકિસ્તાનનો રસ્તો મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. પાકિસ્તાનના હાલમાં 8 મેચમાં 4 જીત અને 4 હારથી 8 પોઈન્ટ છે. ટીમને ક્વોલિફાઈ કરવા માટે છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે જીતની જરૂર છે. ઈંગ્લેન્ડ ભલે ટેબલમાં છેલ્લા સ્થાને હોય પરંતુ તે પાકિસ્તાનને આકરો પડકાર આપવા સક્ષમ છે. જો ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન પોતપોતાની છેલ્લી મેચો હારી જાય છે, તો પાકિસ્તાન ક્વોલિફાય થશે, કારણ કે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન દરેક 8 પોઈન્ટ સાથે બહાર થઈ જશે અને પાકિસ્તાન 10 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થશે. જો છેલ્લી મેચ હારી જશે તો પાકિસ્તાન બહાર થઈ જશે.
3. અફઘાનિસ્તાન: દક્ષિણ આફ્રિકા સામે 10 નવેમ્બરે છેલ્લી મેચ
અફઘાનિસ્તાનનો રન રેટ સૌથી ખરાબઃ 3 ટીમોમાં અફઘાનિસ્તાનની સ્થિતિ સૌથી ખરાબ છે. ટીમનો રન રેટ વેલ્યુ -0.338 છે. અફઘાનિસ્તાન ત્યારે જ ક્વોલિફાય થશે જ્યારે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન બંને તેમની છેલ્લી મેચ હારી જશે. અફઘાનિસ્તાનની છેલ્લી લીગ મેચ સૌથી મુશ્કેલ છે કારણ કે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પછી સૌથી વધુ સાતત્યપૂર્ણ રહી છે. જો પાકિસ્તાન અથવા ન્યુઝીલેન્ડ અફઘાનિસ્તાન સામે જીતે છે, તો નંબર 4 ટીમનો નિર્ણય રન રેટના આધારે કરવામાં આવશે. અફઘાનિસ્તાનનો રન રેટ ખરાબ છે તેથી ટીમ બહાર થઈ જશે.

આ સિનારીયો દ્વારા જાણો કે 4 નંબર પર કઈ ટીમ આવશે
1. જો ત્રણેય ટીમો છેલ્લી લીગ મેચ હારી જાય
જો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ત્રણેય ટીમ તેમની છેલ્લી મેચ હારી જાય છે, તો ત્રણેયના 8-8 પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં સારી રન રેટ ધરાવતી ન્યુઝીલેન્ડની ટીમ ક્વોલિફાય થશે.
2. જો ત્રણેય ટીમો છેલ્લી લીગ મેચ જીતે છે
જો ત્રણેય ટીમો ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તેમની છેલ્લી લીગ મેચ જીતે તો ત્રણેયના 10 પોઈન્ટ હશે. અહીં પણ સારા રન રેટના કારણે ન્યુઝીલેન્ડનો દાવો વધુ મજબૂત બનશે. જોકે, આ માટે મેચ પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
3. બે ટીમો જીતે છે અને એક ટીમ હારે છે
- જો ન્યુઝીલેન્ડ-પાકિસ્તાન જીતે અને અફઘાનિસ્તાન હારે તો અફઘાન ટીમ 8 પોઈન્ટ સાથે બહાર થઈ જશે. જ્યારે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનમાં સારી રન રેટ ધરાવતી ટીમ ક્વોલિફાય થશે.
- જો પાકિસ્તાન-અફઘાનિસ્તાન જીતે અને ન્યુઝીલેન્ડ હારે તો ન્યુઝીલેન્ડની ટીમ 8 પોઈન્ટ સાથે બહાર થઈ જશે. જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સારી રન રેટ ધરાવતી ટીમ ક્વોલિફાય થશે.
- જો ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન જીતે અને પાકિસ્તાન હારે તો પાકિસ્તાની ટીમ 8 પોઈન્ટ સાથે બહાર થઈ જશે. જ્યારે ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનમાં સારી રન રેટ ધરાવતી ટીમ ક્વોલિફાય થશે.
4. બે ટીમો હારે છે અને એક ટીમ જીતે છે
- જો અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ હારશે અને પાકિસ્તાન જીતશે તો પાકિસ્તાન ક્વોલિફાય થશે અને અન્ય બે ટીમો બહાર થઈ જશે.
- જો અફઘાનિસ્તાન-પાકિસ્તાન હારશે અને ન્યુઝીલેન્ડ જીતશે તો ન્યુઝીલેન્ડ ક્વોલિફાય થશે અને બાકીની 2 ટીમો બહાર થઈ જશે.
- જો પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ હારી જાય અને અફઘાનિસ્તાન જીતે તો અફઘાન ટીમ ક્વોલિફાય થશે અને બાકીની 2 ટીમો બહાર થઈ જશે.


