- વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટથી હરાવ્યું
- અફઘાનિસ્તાનની હરાવથી પાકિસ્તાનને મોટો ફાયદો આપ્યો
- પાકિસ્તાન માટે સેમિફાઈનલની આશા વધી છે
7 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલ મેચ મુંબઈમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવીને પાકિસ્તાનને મોટો ફાયદો આપ્યો છે. પાકિસ્તાનના સેમિફાઇનલના સમીકરણને સમજો…
ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને રોમાંચક મુકાબલામાં હરાવીને ફરી સેમી ફાઈનલનું સમીકરણ બદલી નાખ્યું છે. આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આવી સ્થિતિમાં બે સ્થાન માટે અત્યાર સુધી જે ઉત્તેજના ચાલી રહી હતી તે હવે માત્ર એક જ સ્થાન માટે બચી છે. સેમિફાઇનલમાં ત્રણ ટીમો પ્રવેશી ચૂકી છે, હવે ચોથા સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ બાકી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની જીતથી પાકિસ્તાનને ઘણો ફાયદો થયો છે. આવો તમને જણાવીએ કે પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવા માટે શું સમીકરણ છે….
પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને ફાયદો થયો છે
પાકિસ્તાન અત્યારે વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના ક્વોલિફાય થયા બાદ ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને, પાકિસ્તાન પાંચમા સ્થાને જ્યારે અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને છે. જો અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે જીત્યું હોત, તો તે પાકિસ્તાનને પછાડીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા કે ચોથા સ્થાને પહોંચી ગયું હોત. જો આવું થયું હોત તો પાકિસ્તાન છઠ્ઠા સ્થાને પહોંચી ગયું હોત. આનાથી પાકિસ્તાનની સેમિફાઇનલમાં પહોંચવાની તકો ઘટી જાત, કારણ કે અફઘાનિસ્તાન આગામી મેચ જીતીને સરળતાથી ક્વોલિફાય થઈ ગયું હોત. તે જ સમયે, ઓસ્ટ્રેલિયા પણ આગામી મેચ જીતીને ક્વોલિફાય થઈ જશે.
ન્યુઝીલેન્ડ માટે પણ ફાયદાકારક છે
અફઘાનિસ્તાનની હારથી માત્ર પાકિસ્તાનને જ નહી પરંતુ ન્યૂઝીલેન્ડને પણ ફાયદો થયો છે. હવે ચોથા સ્થાન માટેની લડાઈ મુખ્યત્વે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે. નબળા નેટ રન રેટના કારણે અફઘાનિસ્તાન સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે, જે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ માટે ફાયદાકારક સાબિત થયું છે.
અન્ય ટીમોની સ્થિતિ
જો વાત કરીએ પોઈન્ટ ટેબલમાં સેમિફાઈનલ માટે પ્રથમ ક્વોલિફાય થયેલ બે ટીમોની તો તેમાં પહેલા નંબર પર ભારત આવે છે. ભારતે તમામ મેચો જીતીને 16 પોઈન્ટ અને +2.456 નેટ રનરેટ સાથે પહેલા નંબર પર છે. જ્યારે સાઉથ આફ્રિકા 8માંથી 6 મેચ જીતી 12 પોઈન્ટ અને +1.376 રનરેટ સાથે બીજા પોઈન્ટ પર છે. તો ઓસ્ટ્રેલિયા પણ 12 પોઈન્ટ અને +0.861 નેટ રનરેટ સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ત્રણેય ટીમો 8 પોઈન્ટ સાથે અનુક્રમે 4,5 અને 6 નંબર પર છે. ત્રણેય ટીમોની નેટરન રેટમાં ઘણો તફાવત છે. તે સાથે જ બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડ 4 પોઈન્ટ સાથે અનુક્રમે 7,8 અને 9માં ક્રમાંક પર છે. ત્રણેય ટીમોની નેટ રનરેટ માઈન્સમાં છે અને ઈંગ્લેન્ડ 6 પોઈન્ટ અને -1.504 નેટ રનરેચ સાથે 10માં સ્થાને છે.


