- આજે વર્લ્ડ કપની 42મી મેચ રમાશે
- ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટ હરાવ્યું
- શ્રીલંકાની હાર સાથે પોઈન્ટ ટેબલમાં ઉલટફેર
વર્લ્ડ કપ હાલ રોમાંચક બન્યો છે. વર્લ્ડ કપ 2023ના રાઉન્ડ રોબિન તબક્કામાં 45 મેચો રમાશે. જેમાંથી 41 મેચ રમાઈ ચૂકી છે. ગુરુવારે (9 નવેમ્બર) રાત્રે યોજાયેલી 41મી મેચ બાદ જ વર્લ્ડ કપ 2023ની ટોપ-4 ટીમો નક્કી કરવામાં આવી છે.
| ટીમ | મેચ | જીત | હાર | પોઈન્ટ |
નેટ રનરેટ |
| ભારત | 8 | 8 | 0 | 16 | +2.456 |
| સાઉથ આફ્રિકા | 8 | 6 | 2 | 12 | +1.376 |
| ઓસ્ટ્રેલિયા | 8 | 6 | 2 | 12 | +0.861 |
| ન્યૂઝીલેન્ડ | 9 | 5 | 4 | 10 | +0.743 |
| પાકિસ્તાન | 8 | 4 | 4 | 8 | +0.036 |
| અફઘાનિસ્તાન | 8 | 4 | 4 | 8 | -0.338 |
| ઈંગ્લેન્ડ | 8 | 2 | 6 | 4 | -0.885 |
| બાંગ્લાદેશ | 8 | 2 | 6 | 4 | -1.142 |
| શ્રીલંકા | 9 | 2 | 7 | 4 | -1.419 |
| નેધરલેન્ડ | 8 | 2 | 6 | 4 | -1.635 |
પોઈન્ટ ટેબલની સ્થિતિ
જો વાત કરીએ વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલની તો ભારત અત્યાર સુઘીની તમામ મેચો જીતી છે. તે સાથે જ 16 પોઈન્ટ અને +2.456 નેટ રનરેટ સાથે ટોપ પર છે. જ્યારે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટ સાથે અનુક્રમે +1.376 અને +0.861 નેટ રનરેટ સાથે બીજા અને ત્રીજા નંબ પર છે. તો ન્યૂઝીલેન્ડ 10 પોઈન્ટ અને +0.743 નેટ રનરેટ સાથે ચોથા સ્થાન પર છે. આ સાથે જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન 8 પોઈન્ટ સાથે અનુક્રમે +0.036 અને -0.338 નેટ રનરેટ સાથે 5 અને 6 સ્થાને છે. ત્યારે ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડ 4 પોઈન્ટ સાથે અનુક્રમે 7,8,9 અને 10 ક્રમે છે. તેમજ આ ચારેય ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.


