- ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો સેમીફાઈનલમાં પહોંચી
- સેમીફાઈનલમાં પહોંચવા માટે આ ત્રણ ટીમ વચ્ચે જોરદાર ટક્કર
- ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ શકે છે સેમિફાઇનલ મેચ
આ વખતના ODI વર્લ્ડકપમાં ભારતીય ટીમે સંપૂર્ણ રીતે દબદબો જોવા મળ્યો છે. ભારત એકમાત્ર એવી ટીમ છે જેને અત્યાર સુધી અન્ય કોઈ ટીમ હરાવી શકી નથી, અને હવે લીગ તબક્કામાં તેમની પાસે માત્ર એક જ મેચ બાકી છે, જે નેધરલેન્ડ સામે રમાશે. ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે અને જો પાકિસ્તાન કોઈક રીતે સેમીફાઈનલમાં પહોંચી જાય છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમીફાઈનલ મેચ લગભગ નિશ્ચિત છે.
પાકિસ્તાનની ટીમ પર કુદરત મહેરબાન
વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ પર કુદરત થોડું મહેરબાન જોવા મળ્યું હતું. શનિવારે પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડની મેચ રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે 401 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો પરંતુ તેમ છતાં તે જીતવામાં સફળ રહી શકી નથી. ટીમના જાદુગર ફખર ઝમાન અને કેપ્ટન બાબર આઝમની ઝડપી ઇનિંગ્સ અને વરસાદના કારણે આ મેચ પાકિસ્તાને DLS મેથડ અનુસાર 21 રને જીતી લીધી છે. આ મેચ ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલની અપેક્ષા રાખી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલમાં ટકરાઈ શકે
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ 14 ઓક્ટોબરે જોવા મળી હતી. ફેન્સ આ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સુક હતા. પરંતુ ભારતે આ મેચ સરળતાથી જીતી લીધી હતી. હવે ફરી એકવાર બંને ટીમો વચ્ચે ટક્કર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ભારત સાથે મુકાબલો કરવા માટે પાકિસ્તાને પહેલા સેમીફાઈનલમાં પહોંચવું પડશે. નંબર 3 માટે ઓસ્ટ્રેલીયા દાવેદાર દેખાઈ રહી છે તો નંબર-4 પોઝિશન માટે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાને ફરી નસીબ પર નિર્ભર રહેવું પડશે.
હાલ નંબર-4ના સ્થાન માટે પ્રબળ દાવેદાર છે ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડની બાકીની એક મેચ શ્રીલંકા સામે અને પાકિસ્તાનની છેલ્લી લીગ મેચ ઈંગ્લેન્ડ સામે હશે. જો ન્યુઝીલેન્ડ તેની છેલ્લી લીગ મેચ જીતી જાય છે, તો પાકિસ્તાને ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવવું પડશે, તો જ તે નેટ રન રેટમાં ન્યુઝીલેન્ડને પાછળ છોડી શકશે અને પોઈન્ટ ટેબલમાં તેની ઉપર પહોંચી શકશે. તે જ સમયે, જો ન્યુઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામે હારી જાય છે, તો પાકિસ્તાન માટે કાર્ય થોડું સરળ થઈ જશે, કારણ કે તે પછી ન્યુઝીલેન્ડ માત્ર 8 પોઈન્ટ પર અટકી જશે, અને પાકિસ્તાનના 10 પોઈન્ટ હશે. તે જ સમયે, જો અફઘાનિસ્તાનની ટીમ કોઈ શાનદાર પ્રદર્શન નહીં કરે તો પાકિસ્તાન સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.