T20I વર્લ્ડ કપ 2026 આવતા વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે.ટીમની જાહેરાત પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.જોકે હજુ પણ સમય છે.પરંતુ કેટલાક ખેલાડીઓ ઈજાને કારણે બહાર થઈ શકે છે.ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી પેટ કમિન્સ વિશે હવે સમાચાર આવી રહ્યા છે. તે પણ T20 વર્લ્ડ કપ માંથી બહાર થઈ શકે છે.
પેટ કમિન્સની T20 વર્લ્ડ કપમાં રમવાને લઈ સસ્પેન્સ
T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાવાનો છે.શેડ્યૂલ પહેલાથી જ જાહેર કરવામાં આવ્યું છે.ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.દરમિયાન એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.હાલમાં ઓસ્ટ્રેલિયામાં એશિઝ સીરિઝ ચાલી રહી છે.પેટ કમિન્સ પ્રથમ બે ટેસ્ટમાં ચૂકી ગયો હતો,જેમાં સ્ટીવ સ્મિથે કેપ્ટનશીપ સંભાળી હતી.ત્યારબાદ તે ત્રીજી મેચમાં કેપ્ટન તરીકે પાછો ફર્યો અને શાનદાર બોલિંગ કરી.જોકે તે હવે છેલ્લી બે ટેસ્ટમાંથી બહાર છે.જ્યાં સ્ટીવ સ્મિથ ફરી એકવાર કેપ્ટનશીપ સંભાળશે.
કમિન્સને પીઠમાં ગંભીર ઈજા
પેટ કમિન્સ ઘણા સમયથી પીઠની ઈજાથી પીડાઈ રહ્યા છે.જોકે તેમણે ઈંગ્લેન્ડ સામે એશિઝ સીરિઝની ત્રીજી મેચ રમી હતી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું.પરંતુ તેઓ તેમની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી.મિશેલ માર્શ હાલમાં T20Iઆંતરરાષ્ટ્રીય મેચોમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.આનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયન ટીમ બોલર તરીકે પેટ કમિન્સની ખોટ અનુભવી શકે છે.
ઓસ્ટ્રેલિયન ટીમ 11 ફેબ્રુઆરીએ પહેલી મેચ રમશે
ઓસ્ટ્રેલિયન મુખ્ય કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે પેટ કમિન્સની ભાગીદારી અંગે શંકા વ્યક્ત કરી છે.મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે કમિન્સની વાપસીની રાહ જોઈ રહ્યા છે.પરંતુ તે રમશે કે નહીં તે અંગે કોઈ ચોક્કસ શબ્દ નથી.જોકે T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે.ઓસ્ટ્રેલિયન ટીમ 11 ફેબ્રુઆરીએ તેની પહેલી મેચ રમશે.ઓસ્ટ્રેલિયા આયર્લેન્ડનો સામનો કરશે,જે એક જ ગ્રુપમાં ડ્રો થયા છે.


