- હાઈ બીપીના દર્દીઓ માટે મેથીનું સેવન બનશે નુકસાનદાયી
- મેથીનું વધારે સેવન શ્વાસની સમસ્યા વધારી શકે છે
- મેથીની તાસીર ગરમ હોવાથી ગર્ભવતી મહિલાઓએ તેનું સેવન ટાળવું
શિયાળો આવવાની સાથે મેથીની વિવિધ વાનગીઓ ખાવાનું મન થાય છે. મેથીનું શાક, મેથીના પરાઠા, મેથીના ભજિયા અને મેથીના મૂઠિયા સહિત અનેક અવનવી ચીજોની ફરમાઈશ રહે છે. પોષક તત્વોથી ભરપૂર મેથી હેલ્થ માટે લાભદાયી રહે છે. તેના સેવનથી અનેક બીમારીઓ થઈ શકે છે. મેથી શરીરમાં શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે પાચનને પણ દુરસ્ત રાખે છે. અનેકવાર તેનું સેવન નુકસાનદાયી બની શકે છે. તો જાણો મેથીનું સેવન કઈ રીતે નુકસાન કરી શકે છે.
મેથીના નુકસાન
પાચનને દુરસ્ત રાખવામાં મેથી રામબાણ બની શકે છે. જરૂર કરતા વધારે મેથીનું સેવન કરાય તો પેટ ખરાબ થઈ શકે છે. મેથી શુગર લેવલને ઓછું કરવામાં જાણીતા છે. કહેવાય છે કે રાતમાં મેથીના દાણા પલાળીને સવારે પાણી પીવાથી ડાયાબિટિસને કંટ્રોલમાં કરી શકાય છે પણ જો તેને પલાળીને ખાવાને બદલે સીધી ખાવાથી તેમાંના પોષક તત્વ શુગરને ઘટાડવામાં મદદ કરે છે. જરૂર કરતા વધારે શુગર ઓછી થઈ જાય તો પણ તબિયત બગડી જાય છે.
હાઈ બીપી
શુગર નહીં બ્લડ પ્રેશરના દર્દીને માટે પણ મેથી નુકસાનદાયી બની શકે છે. મેથીના પાનમાં સોડિયમ ઓછું હોય છે. જો તેનું સેવન કરશો તો આ શરીરના સોડિયમ લેવલને ઘટાડે છે. તેના કારણે બીપી હાઈ હોઈ શકે છે. એવામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીને મેથીના સેવનથી બચવું જોઈએ.
શ્વાસમાં મુશ્કેલી
મેથીનું સેવન શ્વાસની સમસ્યા વધારે છે. મેથીની તાસીર ગરમ હોવાના કારણે તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ફેફસા માટે ખતરનાક બની શકે છે. જરૂર કરતા વધારે મેથી ખાવાથી શ્વાસની સમસ્યા વધી શકે છે.
પ્રેગનન્સીમાં નુકસાનદાયી
મેથીની તાસીર ગરમ હોવાથી ગર્ભવતી મહિલાઓને તેના સેવનને ટાળવાની સલાહ અપાય છે. મેથીના વધારે સેવનથી બ્લડ ક્લોટિંગ સ્લો થવાની સમસ્યા રહે છે. તેનાથી પ્રેગનન્સીમાં પાચનની સમસ્યા થઈ શકે છે. તેનાથી પેટમાં ગરબડ પણ થાય છે.
યૂરિનમાં બેડ સ્મેલ આવવી
જરૂર કરતા વધારે મેથીના સેવનથી યૂરિનમાં બેડ સ્મેલ આવે છે. મેથીનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું. વધારે સેવન નુકસાનદાયી બની શકે છે.