- રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો
- મહત્તમ તપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાયો
- અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.2 લઘુત્તમ તાપમાન 14.6
રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. તેમાં મહત્તમ તપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.2 લઘુત્તમ તાપમાન 14.6 રહ્યું છે. તેમજ સુરતમાં મહત્તમ તાપમાન 31.8 લઘુત્તમ તાપમાન 18.4 રહ્યું છે.
ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32.0 લઘુત્તમ તાપમાન 15.7
ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32.0 લઘુત્તમ તાપમાન 15.7 સાથે વડોદરામાં મહત્તમ તાપમાન 32.6 લઘુત્તમ તાપમાન 13.6, અમરેલીમાં મહત્તમ તાપમાન 34.3 લઘુત્તમ તાપમાન 13.1 તથા રાજકોટમાં મહત્તમ તાપમાન 33.9 લઘુત્તમ તાપમાન 13.0 અને અમરેલીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયુ છે. નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયુ છે. પવનનોની દિશા બદલતા હજુ પણ તાપમાનમાં વધારો થશે. તેમજ બે દિવસ બાદથી ગરમી શરૂ થઇ જશે.
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી
રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ત્યારે ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે. તેમજ ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. તો મહત્તમ તાપમાનમાં પણ ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી વધારો જોવા મળશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે.


