- યૂરિક એસિડનું સ્તર વધે છે ત્યારે આર્થરાઈટિસની સમસ્યા વધે છે
- કોથમીર અને ફૂદીનાના પાન આપશે સાંધાના દર્દમાં રાહત
- અલોવેરા પણ સાંધાના દર્દમાં લાભદાયી માનવામાં આવે છે
વાતાવરણમાં જેમ જેમ બદલાવ આવે છે તેમ તેમ તેની અસર શરીર પર પણ થાય છે. વધતી ઉંમરની સાથે હાડકાં અને સાંધામાં દર્દ થાય છે. તેના કારણે આર્થરાઈટિસની બીમારી પણ થઈ શકે છે. આ બીમારીમાં સાંધાનું દર્દ ક્યારેક સામાન્ય રહે છે તો ક્યારેક વધી જાય છે. આ બીમારી મોટી ઉંમરમાં વધારે જોવા મળે છે. પણ હવે નાની ઉંમરના લોકોને પણ આ બીમારીનો શિકાર બનતા જોવા મળી રહ્યા છે.
ક્યારે થાય છે સમસ્યા
જ્યારે શરીરમાં યૂરિક એસિડનું સ્તર વધે છે ત્યારે આર્થરાઈટિસનું દર્દ વધે છે. યૂરિક એસિડ સાંધાના હાડકામાં ઘૂસવાની ક્રિસ્ટલીય રચનાઓ વિકસિત થાય છે. આ સાંધાને સહારો આપનારા કુશનને ધીરે ધીરે પાતળું કરે છે. તેના કારણે સાંધામાં દર્દ થવા લાગે છે. એવી સ્થિતિમાં કેટલાક ઘરેલૂ ઉપાયો કરી શકાય છે. તો જાણો આ સરળ ઉપાયો.
ફૂદીનાના પાન
આ પાનનો ઉપયોગ ચટણી બનાવવા કે પછી ચામાં અને લીંબુના જ્યુસમાં કરાય છે. આ હેલ્થને માટે ફાયદારૂપ હોય છે. આ પાનમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન એ અને ફોલેટ પણ મળે છે. તેના એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ યૂરિનથી પ્યુરિનને હટાવીને સાંધાના સોજાને ઘટાડે છે.
કોથમીર
જો કે આનો કોઈ ચોક્કસ સ્વાદ હોતો નથી. પણ તેની સુગંધની સાથે કોથમીરનો ટેસ્ટ બદલાઈ જાય છે.કોથમીર બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. તેમાં થાયમિન, ફોસ્ફરસ, વિટામિન સીથી ભરપૂર છે. તેની સાથે તે લોહી મેંયૂરિક એસિડ અને ક્રિએટિનિનના સ્તરને પણ ઘટાડે છે.
અલોવેરા
સ્કીનને માટે ફાયદારૂપ ગણાતું અલોવેરા સાંધાના દર્દમાં લાભદાયી છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે સોજાને ઓછા કરે છે અને દર્દથી રાહત આપે છે. સામાન્ય રીતે અલોવેરાનો ઉપયોગ સનબર્ન, એક્ને અને પિંપલ બેકઆઉટ માટે કરાય છે. તેને પીવાથી સાંધાના દર્દમાં રાહત મળે છે.