- વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજથી સંસદનું શિયાળુ સત્ર
- 22 ડિસેમ્બર સુધી ચાલનાર સંસદનું શિયાળુ સત્ર આ વખતે ચર્ચામાં
- “તીસરી બાર મોદી સરકાર” અને “બાર બાર મોદી સરકાર” ના નારા લગાવ્યા
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. 22 ડિસેમ્બર સુધી ચાલનાર સંસદનું શિયાળુ સત્ર આ વખતે ચર્ચામાં છે આજે સત્રના પહેલા જ દિવસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. લોકસભાની એથિક્સ પેનલે તપાસ બાદ ટીએમસી સાંસદને હાંકી કાઢવાની ભલામણ કરી છે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં જ ભાજપના સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભામાં “તીસરી બાર મોદી સરકાર” અને “બાર બાર મોદી સરકાર” ના નારા લગાવ્યા.
પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષનો હોબાળો
સંસદની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત . એવું કહેતા કે ગૃહમાં પ્લેકાર્ડને મંજૂરી આપવામાં આવશે નહીં, લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.
PM નરેન્દ્ર મોદીનું લોકસભામાં જોરદાર સ્વાગત
સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં જ ભાજપના સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભામાં “તીસરી બાર મોદી સરકાર” અને ‘બાર બાર મોદી સરકાર’ના નારા લગાવ્યા હતા.


