By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    9 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાપરના કારખાનેદાર સાથે વિદેશી સપ્લાયના નામે સાયબર ઠગાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શાપરના કારખાનેદાર સાથે વિદેશી સપ્લાયના નામે સાયબર ઠગાઈ

Editor
Last updated: 2026/01/16 at 5:10 PM
2 months ago
Share
શાપરના કારખાનેદાર સાથે વિદેશી સપ્લાયના નામે સાયબર ઠગાઈ
SHARE

શાપરના કારખાનેદાર સાથે વિદેશી સપ્લાયના નામે સાયબર ઠગાઈ

22 ગાડી મેનહોલ કવરનો ઓર્ડર બતાવી 5,300 પડાવ્યા, શાપર-વેરાવળ પોલીસમાં ફરિયાદ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં ઉદ્યોગકારોને નિશાન બનાવી સાયબર ઠગાઈનો વધુ એક બનાવ સામે આવ્યો છે. વિદેશમાં મોટા પ્રમાણમાં સપ્લાયનો લોભ આપી 22 ગાડી મેનહોલ કવરનો ઓર્ડર હોવાનું જણાવી કારખાનેદાર પાસેથી રૂ.5,300 ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. ઠગાઈની જાણ થતાં મામલો શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મવડી ચોકડી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અને શાપર ખાતે રોયલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનું ચલાવતા ગૌતમભાઈ મગનભાઈ રામાણી (ઉ.વ.38)એ ફરિયાદ નોંધાવી છે. તેઓ ટાંકાના ઢાંકણા (મેનહોલ કવર) બનાવે છે. ગત તા.29ના રોજ બપોરે તેઓ અને તેમના ભાઈ કારખાને હતા ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો.
કોલ કરનારાએ પોતાનું નામ “વિશાલ પટેલ” જણાવી પોતે કાઠમંડુથી બોલી રહ્યો હોવાનું કહ્યું હતું. તેણે દાવો કર્યો કે તેમની કંપની વિશ્વના અનેક દેશોમાં એફઆરપી મેનહોલ કવર સપ્લાય કરે છે અને દર મહિને 20થી 22 ગાડીની જરૂરિયાત છે. આટલી મોટી સપ્લાયથી ધંધામાં વધારો થવાની આશાએ કારખાનેદારે વાતચીત આગળ વધારી હતી.
પછી આરોપીએ નેપાળ બોર્ડર પર ગવર્નમેન્ટ એપ્રૂવલ અને સર્ટિફિકેટ માટે સરકારી સાઇટ પર રૂ.5,300 ઓનલાઇન ભરવાની વાત કરી હતી. તેણે મોકલેલા ક્યુઆર કોડ મારફતે રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. ત્યારબાદ આરોપીનો ફોન અને વોટ્સએપ સંપર્ક બંધ થઈ જતા ઠગાઈની શંકા પક્કી થઈ હતી.
પીડિત કારખાનેદારે સૌપ્રથમ સાયબર હેલ્પલાઇન 1930 પર અરજી કરી હતી અને બાદમાં શાપર-વેરાવળ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા સાયબર ઠગ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને વેપારીઓને આવા લોભામણા વિદેશી ઓર્ડર સામે સાવચેત રહેવાની અપીલ કરી છે.

 

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
રાજકોટ

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

Editor By Editor 9 hours ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?