- અમદાવાદ અને વડોદરામાં 18 ડિગ્રી તાપમાન
- અન્ય જિલ્લાઓમાં તાપમાન 17 ડિગ્રી આસપાસ
- ભુજ અને રાજકોટમાં 15 ડિગ્રી, કંડલામાં 14 ડિગ્રી
ડિસેમ્બર મહિનો શરૂ થયા પછી પણ રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું નથી. જ્યારે કેટલાંક વિસ્તારોમાં ઠંડીનો ચમાકારો અનુભવ થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં ઉત્તર- ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ઠંડી કેટલાંક વિસ્તારોમાં વધશે તો ક્યાંક ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે.
આ તરફ હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. તેમજ હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઇ શક્યતા નથી. આ સાથે તેમણે તાપમાન અંગે જણાવ્યુ કે, રાજ્યના તાપમાનમાં ત્રણેક દિવસ સુધી કોઇ ફેરફાર થાય તેવી સંભાવના દેખાઇ નથી રહી.
જ્યારે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થાય તેવું અનુમાન કરવામાં આવ્યુ છે. બેથી ત્રણ દિવસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન વધારે ઘટવાની શક્યતા નથી. અમદાવાદની વાત કરીએ તો આજે શહેર અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરનું આકાશ ક્લિયર રહે તેવી પણ આગાહી છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે જણાવ્યુ હતુ કે, આ વખતે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઠંડી ઓછી પડી છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થતી નથી. જેના કારણે ઠંડા પવન આવતા નથી. 12થી 13 ડિસેમ્બરના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે. આ સાથે 22 ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તર પર્વરતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે. ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 29 ડિસેમ્બર ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સાથે માર્ચ મહિનામાં સુધી અલનીનો અસર વર્તાશે અને ઠંડીમાં વધ ઘટ થતી રહેશે.


