- મૃત મહિલા કોફિન બહાર નીકળી ફરતી જોવા મળી
- પડી જતા મહિલા મૃત્યુ પામી પરંતુ છ દિવસ બાદ જીવતી જોવા મળી
- પાડોશીઓ, મિત્રો, સગા-વ્હાલાં અત્યંત ડરી ગયાં હતાં
જિંદગીનું સૌથી મોટું કોઈ સત્ય હોય તો તે મોત છે. જો કોઈ એકવાર મૃત્યુ પામે તો તેનું પરત આવવું અશકય છે. જો કે ઘણીવાર એવી પણ ઘટનાઓ બનતી હોય છે જેને લઈ લોકો દંગ રહી જતા હોય છે. જે વ્યકિતને આપણી મૃત્યુ પામેલી સમજી લઈએ છીએ તે કોઈવાર જીવતી જોવા મળે છે. જોનાર ભયભીત થઈ જાય છે. આવી જ એક ઘટના એક મહિલાની સાથે બની. જે છ દિવસ બાદ જીવતી થઈ ગઈ હતી.
આ ઘટના ચીનના ગુઆંગ્શી પ્રાંતની છે. અહીં એક વૃદ્ધા મૃત્યુ પામ્યા પછી પણ ફરીથી જીવિત થઈ ગઈ હતી. તેના પાડોશીએ મહિલાને જગાડવાની કોશિશ કરી પરંતુ તે જાગી નહીં. તો તેને મૃત સમજી લેવાઈ. પાડોશીઓ તો ત્યારે દંગ રહી ગયા જ્યારે છ દિવસ બાદ મહિલાને રસોડામાં જમવાનું બનાવતા જોઈ.
ઊંઘમાં જ મહિલાનું મોત
રિપોર્ટ પ્રમાણે આશરે 95 વર્ષીય વૃદ્ધા લી શિયુફેંગને માથામાં ઈજા થઈ હતી. જેના લીધે પોતાના ઘરમાં પડી ગઈ હતી. પાડોશીઓએ ઘરમાં આવીને જગાડવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેઓના તમામ પ્રયાસ બેકાર ગયા હતા. મહિલાનું શરીર ઠંડું નહોતું પડયું. પરંતુ તે જાગી પણ નહોતી રહી. એવામાં પાડોશીને લાગ્યું કે તેનું ઊંઘમાં જ મોત થઈ ગયું છે. પાડોશી 60 વર્ષના હતા જેને કહ્યું કે મહિલાને ખૂબ હલાવી અને જગાડવાનો કોશિશ કરી પરંતુ તે ઉઠી નહીં. જો કે મહિલા એકલવાયું જીવન પસાર કરતી હતી. આવામાં પાડોશીઓએ તેના અંતિમ સંસ્કારની બધી વ્યવસ્થા કરી હતી.
મહિલા કોફિન બહાર નીકળી ફરવા લાગી
મહિલાની લાશને કોફિનમાં રખાઈ હતી અને તેને ઘરમાં થોડાક દિવસો માટે રખાઈ હતી. જેથી મિત્રો અને સંબંધીઓ તેના અંતિમ દર્શ કરી શકે. જો કે, આ લોકોએ કોફિન પર ખીલા નહોતા માર્યા. આશરે છ દિવસ પછી કોફિનને દફનાવવા માટે પહોંચ્યા તો આ ખાલીખમ હતું. એટલું નહીં મૃતક મહિલાને રસોડામાં બેસીને ભોજન કરતી તમામે જોઈ.આ દ્રશ્ય જોઈ પાડોશીઓને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો અને તેઓ ખૂબ ખરાબ રીતે ડરી ગયા હતા. બાદમાં મહિલાએ કહ્યું કે, ખૂબ લાંબા સમય સુધી સૂઈ રહ્યા બાદ તેને કકડીને ભૂખ લાગી હતી. જેથી તે રસોડામાં જઈને ખાવાનું શોધવા લાગી હતી. જોકે રસોડામાં કશું ન મળતા તે જમવાનું બનાવવા લાગી ગઈ હતી. તબીબોએ આ રીતે મોતને આર્ટિફિશિયલી ડેથ કહ્યું હતું. જેનાથી શરીરમાં શ્વાસ તો નથી રહેતો પરંતુ શરીર પણ ઠંડું નથી થતું.


