- 3000 વિડીયો કોલિંગ બોકસ લગાવવામાં આવશે
- મહિલા પોલીસ કંટ્રોલ રુમ સાથે કરી શકશે સિધો સંપર્ક
- 120 સેકન્ડમાં પોલીસ પહોચશે મહીલાની મદદે
રસ્તા પર રાતે ફરતી બહેન-દીકરીઓ હવે સુરક્ષા માટે આશ્વસ્ત બની શકે છે, કારણ કે આ વખતે વચન આપનાર તેનો ભાઈ કે પરિવારજન નહીં પરંતુ પોલીસ છે. અમદાવાદ પોલીસ આ વખતે બહેન-દીકરીઓ સિનિયર સિટિઝન અને નાનાં બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહી છે. જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર પહોંચી ન શકે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચી જશે. મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડિયોના આધારે તે વાત કરી શકશે.તો જેવો વિડીયો કોલ થશે એટલે નજીકના પોલીસ સ્ટેશનથી અધિકારી ત્યાં પહોચી જશે,અમદાવાદ પોલીસે આ પ્રોજેકટની કરી છે શરૂઆત
મહિલાઓને મળશે વધુ સુરક્ષા
2300 કરોડ રૂપિયામાં 8 શહેરને પ્રોજેક્ટ રૂપે વહેંચવામાં આવ્યો છે,જેમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવે છે.અમદાવાદ પોલીસને આ માટે ખાસ રકમની ફાળવણી કરાઈ છે,જેમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા વધી જશે,હાલ શહેરમાં 80 કેમેરા લગાવ્યા છે,તો અગામી સમયમાં અલગ-અલગ જગ્યાએ નિરીક્ષણ કરીને કેમેરા લગાવવામાં આવશે,આ પ્રોજેક્ટ હેઠળ અમુક અમુક જગ્યાએ જ્યાં મહિલા અને યુવતીઓ માટે અસુરક્ષિત સ્થાન હોય તેવી જગ્યાએ વીડિયો બોક્સ મૂક્યા છે.
ગણતરીની મિનિટોમાં પોલીસ આપની સમક્ષ
ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રોજેકટની શરૂઆત થઈ છે.અને પ્રોજેકટની ડિઝાઈન એક ખાનગી કંપની દ્રારા તૈયાર કરવામાં આવી છે.આ સમગ્ર સિસ્ટમ AI(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ )થી સજ્જ હશે,સિસ્ટમમાં એક લાલ બટન છે તે બટન દબાવશો એટલે પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરા ઓપન થઈ જશે અને તમને મળી શકશે મદદ,હાઈ રિઝોલ્યુશનના કેમેરા પોલીસ દ્રારા લગાવવામાં આવ્યા છે.તો કોલના આધારે જે તે અધિકારીને જવાબદારી સોપવામાં આવી છે,તેમને કોલ પહોચ્શે,અને ગણતરીની મિનિટોમાં પોલીસ આપની સુરક્ષામાં પહોચ્શે.
ફોટોગ્રાફસ થશે ફિલ્ટર
અમદાવાદના અલગ અલગ ભીડવાળા સ્થળોએ પણ આ પ્રકારના કેમેરા લગાડવામાં આવ્યા છે. જે કેમેરા હાઇ રિઝોલ્યુશન ધરાવે છે અને સેન્સર આધારિત છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સોફ્ટવેરના આધારે ઓપરેટ કરવાની વ્યવસ્થા છે,હાલ પોલીસ કર્મીઓને આ પ્રોજેકટને લઈને ટ્રેનિંગ આપવમાં આવી રહી છે,કોઈ પણ સસ્પેક્ટ આ કેમેરામાં દેખાશે તેનું એલર્ટ તેના મેટા ફોટોગ્રાફ્સ એટલે કે એક સેકન્ડના 1000 ક્લિક પ્રમાણેના ફોટોગ્રાફ્સ ફિલ્ટર કરી શકાશે અને તેના આધારે શકમંદની તાત્કાલિક અટકાયત કરવા સુધીની કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા થઈ શકશે.

પોલીસ ચોપડે ફરાર ગુનેગારો પણ પકડાશે
સર્વરમાં ફિડ કરાયેલા ડેટાના આધારે તે શંકાસ્પદ લોકોને શોધી શકશે, એટલે કે તેમાં વોન્ટેડ, તડીપાર અથવા ગુનેગારોના ફોટો અને ડિટેઈલ ઉમેરવામાં આવશે,.જેના લીધે તે આ શકમંદને શોધીને તેનું એલર્ટ કંટ્રોલરૂમમાં પહોંચાડશે.જેના આધારે નજીકની પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી તેની અટકાયત કરી શકે છે. માત્ર એટલું જ નહીં જો કોઈ જગ્યાએ યોજાતા મોટા કાર્યક્રમમાં પણ કોઈ સસ્પેક્ટ હશે તો પહેલાથી જ પકડાઈ જશે.

મહીલા હેલ્પલાઈન
181 અભયમ હેલ્પલાઈન કોઈપણ પ્રકારની ઘરેલું હિંસા, શારીરિક, માનસિક અથવા જાતીય શોષણ માટે 24 કલાકની હેલ્પલાઈન છે. ગુજરાતની મહિલાઓ માટે અબાયા બનાવવા માટે 2014 માં રાજ્ય સરકારના પાયલોટ પ્રોજેક્ટ પછી, આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક 28 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો હતો. છેલ્લા આઠ વર્ષમાં 11.756 લાખથી વધુ મહિલાઓને સેવા આપનારી 181 અભયમ હેલ્પલાઈન કટોકટીના સમયમાં મહિલાઓની સાચી મદદગાર અને સાથી સાબિત થઈ છે.


