નારી શક્તિનું હાલ સમાજ માં આગવુ મહત્વ છે દરેક ક્ષેત્ર માં મહિલાઓ ખૂબ અગ્રેસર રહી છે વહીવટી અને રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓ મહત્વ ના સ્થાન પર છે ત્યારે દર 8 માર્ચ ના દિવસ ને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે એના ભાગરૂપે આજે મેઘરજ ના રેલ્યો ( પહડિયા ) ગામે મહિલા સંમેલન યોજાયું.
મેઘરજ તાલુકાના રેલ્યો ગામે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશાળ મહિલા સંમેલન યોજાયું. જેમાં સાબરકાંઠા સાંસદ શોભના બારૈયા અધ્યક્ષ પદે રહ્યા હતા,સંસદે આ વિશ્વ માં મહિલાઓ ની સફળતા વિશે વાત કરી હતી અને મહિલાઓ આજે પોતાના પગભર થઈ ને આગવું સ્થાન ઉભું કર્યું છે, વધુમાં સાંસદ શોભના બારૈયા એ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મોટા ભાગની મહિલાઓ આગળની હરોડમાં છે એજ બતાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓ માટે તેમના વિકાસ માટે ખૂબ ચિંતિત છે. આ જિલ્લામાં પણ સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા કલેક્ટર ,જિલ્લા પોલીસ વડા અને ડિસ્ટ્રીકટ જર્જ પણ માહિલાછે ત્યારે આ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેનાર મહિલાઓ ને સાંસદ શોભના બારૈયા એ મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી
આજે મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે મેઘરજ તાલુકાના જરડાના શહીદ ખુશાલસિંહ ઠાકોરની પત્ની ભારતી બેન ખુશાલસિંહ ઠાકોરનું સાંસદ શોભના બારૈયાએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ઉપરાંત અરવલ્લી જી.પં સદસ્ય પ્રિયંકા ડામોર, જિલ્લા ભાજપ પ્રમુખ નેહા પટેલ ,જિલ્લા ભાજપ મહામંત્રી નીતા પંડ્યા, જી.પં શિક્ષણ સમિતિ ચેરમેન શાંતા બેન તાલુકા વિકાસ અધિકારી,પહડિયા સરપંચ ભાજપ સંગઠન ના મહેશ ઉપાધ્યાય, રમેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ અનિલ પંચાલ, પૂર્વ તા.પં પ્રમુખ જયવંતીકા ડામોર સહિત મોટી સંખ્યા માં મહિલાઓ ઉપસ્થિત રહી હતી