By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારી પર દુષ્કર્મ, ખેડામાં કોન્સ્ટેબલે યુવતીનો દેહ અભડાવ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

 ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારી પર દુષ્કર્મ, ખેડામાં કોન્સ્ટેબલે યુવતીનો દેહ અભડાવ્યો

Editor
Last updated: 2026/01/22 at 2:50 PM
2 months ago
Share
 ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારી પર દુષ્કર્મ, ખેડામાં કોન્સ્ટેબલે યુવતીનો દેહ અભડાવ્યો
SHARE

 ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારી પર દુષ્કર્મ, ખેડામાં કોન્સ્ટેબલે યુવતીનો દેહ અભડાવ્યો

 સોશ્યલ મીડિયામાં સંપર્ક થયા બાદ મહિલા કર્મીને ધમકી આપી વારંવાર દુષ્કર્મ : પતિના અણબનાવની અરજી કરવા જતા પરિણીતાની લાજ લૂંટતો કોન્સ્ટેબલ

 

અગ્ર ગુજરાત, ભાવનગર

રાજયના પોલીસ વિભાગના બે અલગ-અલગ કિસ્સા સામે આવ્યો છે. જેમાં ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારી પર દુષ્કર્મની ઘટના બની છે તો ખેડામાં પોલીસ કોન્સ્ટેબલે યુવતીનો દેહ અભડાવ્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.

ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી એક મહિલાને ધાકધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર મહિલા પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવકનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જોકે, આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ મહિલા પોલીસકર્મીને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધાકધમકી આપી અનેકવાર આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

20 જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ ભાવનગર સિટી Dy.SP આર. આર. સિંઘલને સોંપવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી સિહોરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એક મહિલાનું શોષણ કરવામાં આવ્યું હતું. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ સામે આ મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પ્રવિણસિંહ ચૌહાણ નડિયાદ પોલીસમાં ફરજ બજાવે છે.લગ્નની લાલચ આપી મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ પીડિતા દ્વારા લગાવવામાં આવ્યો છે.

મહિલાએ જણાવ્યું હતું કે, પરિણીતના 10 વર્ષના લગ્ન જીવનમાં પતિના ત્રાસથી અરજી કરવા વારંવાર પોલીસ સ્ટેશન જતી હતી. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ સાથે પોલીસ સ્ટેશનમાં તેના પતિ સાથેના અણબનાવની અરજી આપવા સમયે મુલાકાત થઈ હતી. જે બાદ તેઓ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જે બાદ મહિલાને પ્રેમજાળમાં ફસાવી સતત શોષણ કર્યું હતું.

આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ખોટો વાયદો કર્યો હતો. આ વચ્ચે મહિલા ગર્ભવતી થતા આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા ગર્ભપાત કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ વિરૂદ્ધ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ પીડિતા દ્વારા કરવામાં આવી છે.

વારંવાર શારીરિક સંબંધ બાંધવાથી મહિલા ગર્ભવતી થઈ હતી. જે કારણે આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે ગર્ભપાત કરાવવા પીડિતાને દબાણ કર્યું હતું. ગત 13 જાન્યુઆરીના રોજ પણ મહિલાને 3 દિવસ સુધી ગોંધી રાખી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ પણ પીડિતા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

મહિલાના જણાવ્યા અનુસાર, લગ્નની લાલચ આપ્યા બાદ હવે આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે સંબંધ તોડી નાંખ્યા છે. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે પીડિતાને કહ્યુ કે, હું તને 10 લાખ રૂપિયા આપુ અથવા તો તું મરી જા. આમ કહી આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે મહિલાનો સંપૂર્ણ સંપર્ક તોડી નાંખતા હારી થાકી મહિલાએ જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે.

You Might Also Like

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ

 સિહોરના સર નજીક ગાંજો-અફિણનું વાવેતર, ૧૧ કરોડનો મુદામાલ જપ્ત

 ભાવનગરમાં આર્થિંક ભીંસથી અલંગના વેપારીનો મસ્જિદમાં ફાંસો ખાઇ આપઘાત

ભાવનગર : પોલીસ અને માલધારી યુવાનના મારામારી કેસમાં સમાજ મેદાને

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
આંતરરાષ્ટ્રીય

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Editor By Editor 4 days ago
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?