- અયોધ્યા એરપોર્ટની કામગીરી અંતિમ તબક્કામાં
- એરપોર્ટની અંદરના દ્રશ્યો આવ્યા સામે
- રામાયણના પ્રસંગોને આવરી લેવાયા છે એરપોર્ટમાં
રામમંદિરના નિર્માણને લઇને તડામાર તૈયારીઓ ચાલી જ રહી છે સાથે સાથે એરપોર્ટને તૈયાર કરવામાં પણ એટલા જ પ્રયાસો કરવામાં આવ્યો છે. ત્યારે સૌ પ્રથમવાર એરપોર્ટના અંદરના દ્રશ્યો સામે આવ્યા છે. એરપોર્ટ અંદરથી કેવુ દેખાય છે તે જોવા મળી રહ્યુ છે.
રામાયણના પ્રસંગો કરાયા છે તૈયાર
અયોધ્યામાં ફ્લાઇટ લેન્ડ થતા એરપોર્ટ જોઇને રામમંદિરની જે ફિલિંગ છે જે ઓરા છે તે આપોઆપ આવી જ જશે. કારણ કે અયોધ્યા એરપોર્ટને રામમંદિરથી કંઇ કમ નથી બનાવવામાં આવ્યું. અહીં રામાયણના પ્રસંગો તથા રામજીને લગતા વિવિધ આર્ટવર્ક પણ તૈયાર કરાયા છે. એરપોર્ટની અંદર પ્રવેશ તા જ લાગે કે રામની નગરી અયોધ્યામાં આવી ગયા છીએ,.
ડિવાઇન ટચ અપાયો છે
અયોધ્યા એરપોર્ટને એક ડિવાઇન ટચ આપવામાં આવ્યો છે. જેમાં કોતરણી કામ પણ જોવા મળી રહ્યું છે. લાઇટોનું ફિટીંગ પણ થઇ ગયુ છે. ચેર મૂકવામાં આવી છે. કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે.
કોણ કરશે ઉદ્ઘાટન ?
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે એરપોર્ટની કામગીરીને લઇને રોજે રોજે માહિતી લઇ રહ્યો છે. કામગીરી કેવી થઇ છે અને કેટલી બાકી તે તમામ અંગે હું માહિતી મેળવી રહ્યો છું, આ મહિનાના અંત સુધીમાં તો એરપોર્ટ તૈયાર થઇ જશે. સાથે જ જણાવ્યુ કે પીએમ મોદીના હસ્તે જ એરપોર્ટનો શુભારંભ કરાશે.
પ્રથમ તબક્કાનું કામ લગભગ પૂર્ણ
શ્રી રામ એરપોર્ટના ડિરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું હતું કે શ્રી રામ એરપોર્ટનું કામ તેના અંતિમ તબક્કામાં છે. રનવે અને પાર્કિંગ વે સંપૂર્ણપણે તૈયાર છે. બિલ્ડિંગનું કામ પણ અંતિમ તબક્કામાં છે. બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. ડીજીસીએની ટીમ તપાસ માટે ગઈ છે. આશા છે કે ટૂંક સમયમાં અમને લાઇસન્સ મળી જશે અને ફ્લાઈટ્સ શરૂ થઈ જશે. ઈન્ડિગો એરલાઈન્સે અમને તેનો ફ્લાઈટ પ્લાન મોકલી આપ્યો છે.
કયા શહેરો માટે ફ્લાઇટની સુવિધા ?
મહત્વનું છે કે શરૂઆતના તબક્કામાં અયોધ્યાથી દિલ્હી દરરોજ અને અમદાવાદ માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ ઓપરેટિંગની માહિતી મળી છે. આ સિવાય બેંગલુરુ, મુંબઈ અને ચેન્નાઈની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ટૂંક સમયમાં અયોધ્યાથી શરૂ થઈ શકે છે. પ્રારંભિક તબક્કામાં ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ અયોધ્યાથી ઉડાન ભરશે.


