જો તમે વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો, તો એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કયા દેશો તમને અભ્યાસ પછી ત્યાં કામ કરવાની તક આપે છે. ઈન્ટરનેશનલ વર્ક એક્સિપરિયન્સ ફક્ત તમારા રિઝ્યુમને મજબૂત બનાવતો નથી પણ તમને પ્રેક્ટિકલ સ્કિલ્સ પણ આપે છે, જે તમને નોકરી બજાર માટે તૈયાર કરે છે.
યુનાઈટેડ કિંગડમ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સારી નોકરીની તકો પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે જે દેશ અભ્યાસ પછી વર્ક વિઝા આપે છે:
યુનાઈટેડ કિંગડમ
જો તમે સ્ટુડન્ટ વિઝા અથવા ટિયર 4 (જનરલ) સ્ટુડન્ટ વિઝા પર બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા અન્ય યોગ્ય કોર્સ ઓછામાં ઓછા સમયગાળા માટે પૂર્ણ કર્યો હોય, તો તમે ગ્રેજ્યુએટ રૂટ વિઝા માટે અરજી કરી શકો છો. આ વિઝા તમને 2 વર્ષ સુધી યુકેમાં રહેવા, કામ શોધવા અથવા કામ કરવાની મંજૂરી આપે છે. વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ રૂટ વિઝા માટે ઓનલાઇન અરજી કરવી આવશ્યક છે. જો તમે પીએચડી પ્રોગ્રામમાં એનરોલ્ડ કરાવી હોય, તો તમે યુકેમાં 3 વર્ષ સુધી કામ કરવા માટે રહી શકો છો.
કેનેડા
જે વિદ્યાર્થીઓએ આઠ મહિનાથી વધુ સમયનો માસ્ટર પ્રોગ્રામ પૂર્ણ કર્યો હોય અને યોગ્ય માપદંડને પૂર્ણ કરે છે અને તે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરી શકે છે. આ પરમિટ તમને કેનેડામાં 3 વર્ષ સુધી રહેવાની મંજૂરી આપે છે. અન્ય કાર્યક્રમો માટે, PGWP ની માન્યતા તમારા કાર્યક્રમના સમયગાળા જેટલી હશે. ઉદાહરણ તરીકે, નવ મહિનાના કાર્યક્રમ માટે, તમને PGWP સાથે નવ મહિના રહેવાની મંજૂરી આપવામાં આવશે. જો તમારો કાર્યક્રમ બે વર્ષથી વધુનો હોય, તો વર્ક પરમિટનો સમયગાળો 3 વર્ષ સુધીનો હોઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા (સબક્લાસ 485) વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અસ્થાયી ધોરણે રહેવા, અભ્યાસ કરવા અને કામ કરવાની અનુમતિ આપે છે. તે એવા વિદ્યાર્થીઓ માટે છે જેને એસોસિયેટ ડિગ્રી, ડિપ્લોમા અથવા ટ્રેડ ક્વોલિફેશન પૂરું કર્યું છે જે માગમાં હોય તેવા વ્યવસાય સાથે સંબંધિત છે, અથવા જેમણે ઓસ્ટ્રેલિયન સંસ્થામાંથી ડિગ્રી મેળવી છે.
પોસ્ટ-વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ: આ વિદ્યાર્થીઓને 18 મહિના સુધી તેમના પરિવાર સાથે રહેવાની મંજૂરી આપે છે.
પોસ્ટ-હાયર એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ: આ તમને 3 વર્ષ સુધી તમારા પરિવાર સાથે રહેવાની મંજૂરી આપે છે.
ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા (સબક્લાસ 485) વિશે વધુ માહિતી માટે, તમે “ગ્રેજ્યુએટ વિઝા (સબક્લાસ 485)” જોઈ શકો છો.
જર્મની
જર્મનીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ પછી નોકરી શોધવા માટે રહેઠાણ પરમિટ માટે અરજી કરી શકે છે, જે તેમને 18 મહિના સુધી રહેવાની અનુમતિ આપે છે. રેસીડેન્ટ પરમિટ માટે લાયક બનવા માટે, વિદ્યાર્થીઓએ પુરાવા પ્રદાન કરવા આવશ્યક છે: અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનો પુરાવો. હેલ્થ વીમા કવરનો પુરાવો. તમારી આજીવિકા સુરક્ષિત કરવામાં સક્ષમ હોવાનો પુરાવો.
આયર્લેન્ડ
આયર્લેન્ડની થર્ડ લેવલ ગ્રેજ્યુએટ સ્કીમ આઈરિશ શિક્ષિત નોન-EEA સ્નાતકો કે જેઓ માન્ય આઈરિશ એવોર્ડિંગ બોડી તરફથી લેવલ 8 અથવા લેવલ 9 એવોર્ડ ધરાવે છે, તેમને તેમના અભ્યાસ પછી 12 મહિના સુધી આયર્લેન્ડમાં રહેવાની અનુમતિ આપે છે. લેવલ 8 ના એવોર્ડ્સમાં સામાન્ય રીતે ઓનર્સ બેચલર ડિગ્રી અથવા ઉચ્ચ ડિપ્લોમાનો સમાવેશ થાય છે. લેવલ 9 ના એવોર્ડ્સમાં સામાન્ય રીતે માસ્ટર ડિગ્રી અથવા પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમાનો સમાવેશ થાય છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.