અમદાવાદમાં થયેલ એર ઈન્ડિયા બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ક્રેશ થયા બાદ બોઈંગ કંપનીના વિમાનોની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થયા છે. 12 જુન પહેલા પણ ઘણી વખત બોઈંગ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું છે. હવે બોઈંગ કંપનીની બીજી એક પ્રોડક્ટે દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું છે તે છે બોઈંગ બોમ્બ.
એક રિપોર્ટ પ્રમાણે બોઈંગ બોમ્બ બે દાયકા પહેલા યુએસ એરફોર્સ માટે બનાવવામાં આવ્યો હતો. ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં બોઇંગ બોમ્બની ચર્ચા થઈ રહી છે કારણ કે તેનો ઉપયોગ ઈરાનના પરમાણુ સ્થળોને ઉડાવી દેવા માટે થઈ શકે છે. ઈરાન સામેના યુદ્ધમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલીને ઈઝરાયલનો સાથ આપી રહ્યા છે. જેના કારણે આ યુદ્ધમાં બોઈંગનો ઉપયોગ થવાની ચર્ચા છે.
બોઈંગ બોમ્બની તાકાત કેટલી છે?
GBU-57 A/B મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર અમેરિકાની સૌથી અદ્યતન બંકર બસ્ટિંગ ટેકનોલોજી પર કામ કરે છે. તેનું વજન 30,000 પાઉન્ડ એટલે કે 13,600 કિલોગ્રામ છે અને તે 20.5 ફૂટ લાંબું છે, જે જમીનની નીચે જઈને પણ ભૂગર્ભ લક્ષ્યોને નષ્ટ કરી શકે છે. તેનું વજન એટલું વધારે છે કે તેને ફક્ત અમેરિકાના B-2 સ્પ્રિટ જેવી બોમ્બર્સમાં જ ફીટ કરી શકાય.
બોઈંગ બોમ્બની તાકાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તે કોઈ પણ પહાડને 130 ફૂટ સુધી તોડી શકે છે. જો કે કોક્રિંટ વાળી દિવાલને 200 ફૂટ સુધી વેધી શકે છે. તેંમાં રાખવામાં આવેલું GPS તેને લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે.