જર્મનીમાં કીડીઓની એક આક્રમક અને પરાયું પ્રજાતિ તબાહી મચાવી રહી છે. આ કીડીઓ ‘ટેપિનોમા મેગ્નમ’ પ્રજાતિની છે. ભૂમધ્ય સમુદ્ર પ્રદેશમાંથી આવેલી આ કીડી હવે ઉત્તર જર્મની તરફ ઝડપથી ફેલાઈ રહી છે. આના કારણે વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ પણ ખોરવાઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે આ પ્રજાતિની વિશાળ વસાહતો માત્ર તકનીકી માળખાને જ નુકસાન પહોંચાડી રહી નથી પરંતુ માનવ જીવનને પણ અસર કરી રહી છે.
કાર્લસ્રુહના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના કીટશાસ્ત્રી મેનફ્રેડ વર્હાગના જણાવ્યા અનુસાર, ટેપિનોમા મેગ્નમની સુપરકોલોનીઓમાં લાખો કીડીઓ છે. આ કીડીઓની પરંપરાગત પ્રજાતિઓ કરતા અનેક ગણી મોટી હોય છે. આ વસાહતો જર્મનીના ઉત્તરીય શહેરો જેમ કે કોલોન અને હેનોવર સુધી પહોંચી ગઈ છે.આના કારણે, ત્યાં વીજળી પુરવઠો અને ઇન્ટરનેટ નેટવર્ક જેવા ટેકનિકલ માળખાકીય સુવિધાઓ જોખમમાં છે.
વૈજ્ઞાનિકોએ શુ કહ્યું?
વૈજ્ઞાનિકો કહે છે કે આ કીડી ખાસ કરીને બેડેન-વુર્ટેમબર્ગ અને આસપાસના વિસ્તારોમાં ઝડપથી વસાહતો બનાવી રહી છે. કિહાલ નામના શહેરમાં, આ પ્રજાતિના કારણે વીજળી અને ઇન્ટરનેટ પહેલાથી જ કાપી નાખવામાં આવ્યા છે. જો કે અન્ય સ્વિઝર્લેન્ડ અને ફ્રાન્સ જેવા યુરોપિય દેશોમાં પણ કીડીઓનો કહેર જોવા મળ્યો છે. જો કે હવે આ જર્મની સુધી સિમિત નહીં રહે.
જોકે, ટેપિનોમા મેગ્નમને હજુ સુધી સત્તાવાર રીતે આક્રમક પ્રજાતિ જાહેર કરવામાં આવી નથી, કારણ કે સ્થાનિક ઇકોસિસ્ટમ પર તેની વ્યાપક અસર હજુ સુધી સાબિત થઈ નથી. તેમ છતાં, બેડેન-વુર્ટેમબર્ગના પર્યાવરણ સચિવ, આન્દ્રે બૌમેન, તેને એક જીવાત માને છે અને ચેતવણી આપે છે કે જો તેના પર સમયસર નિયંત્રણ મુકવામાં ન આવ્યુ તો મોટા સ્તર પર નુકસાન પહોંચી શકે છે.


