બુધવારે 40 પર્વતારોહકોએ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું. ઝુંબેશના આયોજકોએ આ અંગે માહિતી આપી છે. 8,849 મીટર ઊંચા શિખર પર ચઢનારાઓમાં નેપાળના લોકો તેમજ વિદેશીઓનો સમાવેશ થતો હતો.
સેવન સમિટ ટ્રેકના ડિરેક્ટર થાનેશ્વર ગુરાગૈને જણાવ્યું હતું કે આ અભિયાનમાં 12 શેરપા સહિત 22 પર્વતારોહકો સામેલ હતા. આ 12 શેરપા અભિયાન આયોજક સેવન સમિટ ટ્રેક ના હતા.
8 ચીની નાગરિકો સામેલ
આ જૂથમાં આઠ ચીની નાગરિકો, એક અમેરિકન નાગરિક અને એક જાપાની નાગરિક અને 12 પર્વતારોહક માર્ગદર્શકોનો સમાવેશ થતો હતો. તેવી જ રીતે, 8k એક્સપિડિશન્સના સાત શેરપા સહિત 18 પર્વતારોહકોએ માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું.
8K એક્સપિડિશન્સના મેનેજિંગ ડિરેક્ટર લક્પા શેરપાએ જણાવ્યું રેકોર્ડ ધારક સાનુ શેરપા વિશ્વના 8,000 મીટર ઊંચા શિખરોમાંથી તમામ 14 શિખરો બે વાર ચઢનાર પ્રથમ વ્યક્તિ છે. તે માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર નેપાળી શેરપાઓમાંના એક છે.
કેટલા પર્વતારોહકોને પરવાનગી મળી?
આ વસંતમાં શિખર પર પહોંચેલા અન્ય પર્વતારોહકોમાં ચેક રિપબ્લિકના બે અને યુક્રેનના છનો સમાવેશ થાય છે. આ વખતે વધુ પર્વતારોહકો સૌથી ઊંચા શિખર પર ચઢવાના પ્રયત્નો કરી રહ્યા છે અને લગભગ 450 પર્વતારોહકોએ આ શિખર પર ચઢવા માટે અધિકારીઓ પાસેથી પરવાનગી મેળવી છે.


