દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે 73 વર્ષ પછી સાઉદી અરેબિયામાં દારૂ પર પ્રતિબંધ લગવાયો છે. 1952થી આ દેશમાં દારૂ ઉપર પ્રતિબંધ હતો. હવે 2026થી ઈસ્લામિક દેશ સાઉદીમાં દારૂના વેંચાણને મંજૂરી આપવામાં આવી છે.
સાઉદી અરેબિયાએ પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને અર્થવ્યવસ્થા મજબૂત બને તેના માટે મોટો નિર્ણય લીધો છે. 2030 માં AXO અને 2034 માં FIFA વર્લ્ડ કપનું આયોજન કરવા માટે 73 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. વાઇન છલકાશે પરંતુ દેશભરમાં દારૂ વેચાશે નહીં. આ માટે કેટલાક નિયમો નક્કી કરાયા છે.
દેશભરમાં દારૂ વેચાશે નહીં
સાઉદીએ દારૂના વેચાણ પરનો પ્રતિબંધ હટાવી લીધા બાદ પણ દેશભરમાં દારૂ વેચાશે નહીં. દારૂનું વેચાણ અમુક ચોક્કસ વિસ્તારો પૂરતું રહેશે. જેના માટે લગભગ 600 સ્થળોનો સમાવેશ થયો છે. તેમાં વૈભવી હોટલ, રિસોર્ટ અને ખાસ કરીને પ્રવાસીઓ માટેની જગ્યાઓ હશે.
નીઓમ, સિંદાલાહ ટાપુ અને લાલ સમુદ્ર પ્રોજેક્ટનો સમાવેશ
જ્યાં દારૂ વેંચાવનો છે તે નીઓમ, સિંદાલાહ ટાપુ અને લાલ સમુદ્ર પ્રોજેક્ટનો સમાવેશ થઈ શકે. અહીં તમામ દારૂ પીરસવામાં આવશે નહીં. બીયર, વાઇન અને સાઇડર ઉપલબ્ધ હશે. સરકાર ઘરો, દુકાનો કે જાહેર સ્થળો માટે મંજૂરી આપશે નહીં.
પર્યટન, મનોરંજન અને આતિથ્યને પ્રોત્સાહન અપાશે
સાઉદી અરેબિયા પાસે તેની અર્થવ્યવસ્થાને વિકસાવવા માટે એક રાષ્ટ્રીય યોજના છે. પર્યટન, મનોરંજન અને આતિથ્યને પ્રોત્સાહન આપવાનો છે. આ ફેરફારો રોજગારીનું સર્જન કરવામાં અને વિદેશી રોકાણ લાવવામાં મદદ કરશે. મોટી હોટેલ ચેઇન્સ પણ આવી શકે છે. અધિકારીઓ એવી આશા રાખી રહ્યા છે કે, નિયમો બદલાયા પછી વધુ આંતરરાષ્ટ્રીય મહેમાનો આવશે. દંડની પણ જોગવાઈ છે.