વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લીધા બાદ યુરોપિયન દેશ ક્રોએશિયાની મુલાકાતે છે. પીએમ મોદીની કેનેડા મુલાકાત બાદ આખરે તેમની ઇન્ટેલિજન્સ એજન્સીએ પ્રથમ વખત સ્વીકાર કર્યો કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ ભારતમાં હિંસા અને આતંકવાદ ફેલાવી રહ્યા છે. ભારતમાં આતંકવાદ ફેલાવવા ખાલીસ્તાનીઓ કેનેડાની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડિયન ઇન્ટેલિજન્સ એજન્સી (CSIS) એ એક અહેવાલમાં આ વાત જણાવી.
ખાલિસ્તાની ઉગ્રવાદીઓ અડ્ડો બન્યું કેનેડા
તાજેતરમાં કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને કેટલીક મહત્વની બાબતો પર CSIS દ્વારા આ અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. CSISએ કહ્યું કે કેનેડા ખાલિસ્તાની ઉગ્રવાદીઓનો અડ્ડો બની રહ્યું છે. કેનેડા સ્થિત ખાલીસ્તાનીઓ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ અહેવાલમાં CSISએ ખાલિસ્તાનીઓને ઉગ્રવાદી કહ્યા હતા.
ખાલીસ્તાનીઓ માટે ઉગ્રવાદ શબ્દનો ઉપયોગ
પ્રથમ વખત કેનેડામાં ખાલીસ્તાનીઓ માટે ઉગ્રવાદ શબ્દનો ઉપયોગ થયો હતો. જે એ બાબતનો નિર્દેશ કરે છે કે હવે કેનેડામાં પણ ખાલિસ્તાનીઓની ગતિવિધિઓ પર નિયંત્રણ આવી શકે છે. અને કેટલીક બાબતોને લઈને તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ લેવાઈ શકે છે. CSISએ પોતાના અહેવાલમાં પ્રથમ વખત સત્તાવાર રીતે સ્વીકાર કર્યો કે કેનેડા સ્થિત ખાલીસ્તાનીઓ ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવા, ભંડોળ એકત્ર કરવા જ આ દેશમાં વસવાટ કરી રહ્યા છે.
ભારત વિરોધી લોકોનો ગઢ
આ ઉપરાંત અહેવાલમાં ખાસ બાબતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ‘કેનેડા ભારત વિરોધી લોકોનો ગઢ બની ગયું છે’. 1980 ના દાયકાના મધ્યભાગથી, કેનેડામાં PMVE નો ખતરો મુખ્યત્વે CBKE દ્વારા પ્રગટ થયો છે. ખાલિસ્તાનીઓને લઈને ભારતનું વલણ યોગ્ય છે. કેનેડાના ખાલિસ્તાનીઓને લઈને આ વલણ બાદ આગામી સમયમાં ભારત સાથેના સંબંધો વધુ મજબૂત થવાની સંભાવના પ્રબળી બની છે.