લિજેન્ડ્સ T20 લીગની વર્લ્ડ ચેમ્પિયનશિપની બીજી સીઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 18મી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. સુરેશ રૈના અને ઈરફાન પઠાણ જેવા ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે. આ સિવાય ફેન્સ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવાના છે.
જેમાં 6 દેશોની ટીમો ભાગ લેશે
લિજેન્ડ્સ ટી20 લીગની વર્લ્ડ ચેમ્પિયનશિપ 18 જુલાઈથી શરૂ થશે અને 2 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમોના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે.
આ દિવસે થશે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
આ ટુર્નામેન્ટ 18 જુલાઈથી શરૂ થશે. જેની પ્રથમ મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચે રમાશે. આ સિવાય ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે 20 જુલાઈએ બર્મિંગહામમાં મેચ રમાશે.
2 ઓગસ્ટે રમાશે ફાઈનલ મેચ
ટુર્નામેન્ટમાં બે સેમી ફાઈનલ મેચ રમાશે. આ બંને સેમિફાઈનલ મેચ 31 જુલાઈના રોજ એજબેસ્ટન ખાતે રમાશે. આ સિવાય ફાઈનલ મેચ બીજી ઓગસ્ટે રમાશે. ટૂર્નામેન્ટ વિશે WCL CEO હર્ષિત તોમરે જણાવ્યું હતું કે, “WCL સિઝન 1 એ અદ્ભુત પ્રશંસક અનુભવ પ્રદાન કર્યો છે અને અમે સિઝન 2 ને વધુ સારી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું ધ્યાન વિશ્વભરના પ્રેક્ષકો માટે એક ઉત્તમ અનુભવ બનાવવા પર છે.”


