- સરહદે સૈન્ય ખડકી દઈને ચીન નવી દિલ્હીને સંરક્ષણ ક્ષેત્રે વધુ રોકાણ કરવા મજબૂર કરી રહ્યું હોવાનો દાવો
- સૈન્ય કક્ષાની વાટાઘાટો પૂરી કરી હોવા છતાં સરહદી વિવાદ ઉકેલાતો જ નથી
- 7થી 8 ટકાના દરે વિકાસ પામી રહેલું ભારતનું અર્થતંત્ર 4 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની ચૂક્યું છે.
અમેરિકા સ્થિત ભારત સંબંધિત બિઝનેસ અને સ્ટ્રેટેજિક જૂથના વડા મુકેશ આઘીએ કહ્યું છે કે ચીન ભારતને કદી બરોબરીનો સાથીદાર નહીં માને. સરહદે સૈન્ય ખડકી દઈને ચીન નવી દિલ્હીને મૂડીકીય રોકાણને બદલે સંરક્ષણ ક્ષેત્રે વધુ રોકાણ કરવા મજબૂર કરી રહ્યું છે. ભારત અને ચીનના સૈન્યો વચ્ચે મે 2020થી મડાગાંઠ સર્જાયેલી છે. બંને પક્ષે અનેક તબક્કાની રાજદ્વારી અને સૈન્ય કક્ષાની વાટાઘાટો પૂરી કરી હોવા છતાં સરહદી વિવાદ ઉકેલાતો જ નથી. મુકેશ આઘી તે અમેરિકા-ભારત વ્યૂહાત્મક અને ભાગીદારી મંચના અધ્યક્ષ છે. તેમણે કહ્યું કે માનવ જગતના ઇતિહાસમાં પહેલી જ વાર બની રહ્યું છે કે 1.4 અબજ લોકોની વસતી ધરાવતો લોકશાહી દેશ આટલી ઝડપી વિકાસ પામી રહ્યો છે. 7થી 8 ટકાના દરે વિકાસ પામી રહેલું ભારતનું અર્થતંત્ર 4 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની ચૂક્યું છે.
ભારત સામે પડકાર
મુકેશ આઘીએ જણાવ્યું હતું કે ભારત સામે અર્થતંત્રના વિકાસનો પડકાર છે. ચીન તે ભારત સામેનો સૌથી મોટો પડકાર છે. ચીન ભારતને રદ્દી બરોબરીના દરજ્જાની નજરે નહીં જુએ. ચીન એક લશ્કરી સત્તા છે, આર્થિક અને ટેક્નોલોજી સત્તા છે. એશિયા પ્રશાંતમાં વર્ચસ્વ સાથે તેની હેતુસિદ્ધિ શરૂ થઈ હતી. ચીન ભારતને તે મોરચે સૌથી મોટા પડકારરૂપ માને છે.


