- વર્લ્ડકપ 2023માં બન્યો વધુ એક રેકોર્ડ
- મિશેલ સ્ટાર્કે બનાવ્યો વધુ એક રેકોર્ડ
- વર્લ્ડકપમાં સૌથી વધુ બોલ્ડ કરનારો ખેલાડી બન્યો
મિશેલ સ્ટાર્કે વનડે વર્લ્ડકપ 2023માં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સ્ટાર્ક વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ બેટ્સમેનોને બોલ્ડ કરનારો બોલર બન્યો છે. આ મામલે સ્ટાર્કે પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર વસીમ અકરમને પાછળ છોડી દીધા છે.
સ્ટાર્કે 26 બેટ્સમેનને બોલ્ડ કર્યા
સ્ટાર્કે અત્યાર સુધી વર્લ્ડકપમાં 26 બેટ્સમેનોને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે, જ્યારે દિગ્ગજ બોલર વસીમ અકરમે પોતાના કરિયરમાં વર્લ્ડકપમાં 25 બેટ્સમેનોને બોલ્ડ કર્યા હતા. સ્ટાર્કે 38મી ઓવરમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીને બોલ્ડ કરીને આ મહાન રેકોર્ડ પર પોતાને નામ કર્યો છે. જો કે, સ્ટાર્ક માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો અને તેણે 9 ઓવરમાં 7.80ની ઈકોનોમીમાં 70 રન ખર્ચ્યા હતા.
લસિથ મલિંગા બોલ્ડ આઉટ કરવા મામલે ત્રીજા સ્થાને
વર્લ્ડકપમાં સૌથી વધુ બોલ્ડ કરનારા બોલરોની યાદીમાં શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી લસિથ મલિંગા 18 બોલ્ડ સાથે ત્રીજા નંબર પર છે. જે બાદ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન 17 બોલ્ડ સાથે ચોથા સ્થાને અને પૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેકગ્રા 15 બોલ્ડ સાથે 5માં સ્થાને છે.
વર્લ્ડકપમાં સૌથી વધુ બોલ્ડ કરનારા બોલર્સ
બોલ્ડ | ખેલાડી |
26 | મિશેલ સ્ટાર્ક |
25 | વસીમ અકરમ |
18 | લસિથ મલિંગા |
17 | મુથૈયા મુરલીધરન |
15 | ગ્લેન મેકગ્રા |
અફઘાનિસ્તાને ઇતિહાસ રચ્યો
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો છે અને વર્લ્ડકપનો સૌથી મોચો ટોટલ બોર્ડ પર મૂક્યો છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 50 ઓવરમાં 5 વિકેટના નુકસાને 291 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ ઝાદરાને 143 બોલમાં અણનમ 129 રનની ઈનિંગ રમી છે. જેમાં તેમણે 8 ફોર અને 3 સિક્સ ફટકારી છે.